________________
સાધુસામય્યદ્વાત્રિશિકા/સંકલના ઊતરવાની ક્રિયા મારા સંસારના પ્રયોજનને અર્થે જીવહિંસાને અનુકૂળ પ્રવૃત્તિરૂપ છે, તેથી મારા અહિતનું કારણ છે, માટે મારે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ તેવી બુદ્ધિ છે. આમ છતાં તેવા પ્રકારના મોહને વશ તે પ્રયોજનને છોડી ન શકે તો નદી ઊતરવાની પાપપ્રવૃત્તિ કરે, તોપણ તે પાપપ્રવૃત્તિ સકંપ કરે છે.
વળી સાધુને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળું તત્ત્વસંવેદન જ્ઞાન છે અને ત્રણ ગુપ્તિના પાલનને કારણે જેમ જેમ ત્રણ ગુપ્તિના સંસ્કારો ઘનિષ્ઠ થાય છે, તેમ તેમ ક્ષયોપશમભાવનો મુનિભાવ પ્રકર્ષવાળો બને છે અને ક્રમે કરીને આત્મામાં અનાદિથી સ્થિર થયેલા અગુપ્તિના સંસ્કારોનો નાશ થાય છે, ત્યારે સંપૂર્ણ મોહના સંસ્કારોનું ઉન્મેલન થાય છે. વળી જેમ તત્ત્વસંવેદન જ્ઞાનથી મોહના સંસ્કારોનું ઉન્મેલન થાય છે, તેમ આત્મામાં રહેલા મોહનીય કર્મનું પણ ઉમૂલન થાય છે, તેથી ક્ષાયિકભાવનું ચારિત્ર પ્રગટે છે અર્થાત્ ક્ષાયિકભાવની ત્રણ ગુપ્તિઓ પ્રગટે છે, તેથી મુનિ પૂર્ણભાવને પામે છે. સર્વસંપત્કરી ભિક્ષા સાધુના સમગ્રભાવનું કારણ -
જેમ તત્ત્વસંવેદનજ્ઞાન સાધુના સમગ્ર ભાવનું કારણ છે, તેમ સર્વસંપન્કરી ભિક્ષા પણ સાધુના સમગ્ર ભાવનું કારણ છે, અને સર્વસંપન્કરી ભિક્ષા શું છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારની ભિક્ષા પ્રસ્તુત બત્રીસીમાં બતાવેલ છે.
(૧) સર્વસંપન્કરી ભિક્ષા, (૨) પૌરુષદની ભિક્ષા અને (૩) વૃત્તિ ભિક્ષા. (૧) સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ :
સાધુ સર્વથા પરિગ્રહ વગરના હોય છે, તેથી સાધુને જેમ ધનાદિનો પરિગ્રહ નથી, તેમ દેહનો પણ પરિગ્રહ નથી; ફક્ત પોતાનામાં પ્રગટ થયેલા નિષ્પરિગ્રહ ભાવનો પ્રકર્ષ કરવા અર્થે દેહને ધારણ કરે છે, તેથી સંસારી જીવોનો, સમ્યગ્દષ્ટિ જીવોનો કે દેશવિરતિધરનો દેહ જેમ તે તે જીવો માટે પરિગ્રહરૂપ હોય છે, તેમ સાધુનો દેહ પરિગ્રહરૂપ નથી, પરંતુ ધર્મનું ઉપકરણ છે; કેમ કે, આ દેહથી સાધુ કોઈ ભોગમાં પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી દેહનું અવલંબન લઈને પોતાનામાં પ્રગટ થયેલા ત્રણ ગુપ્તિના પરિણામના પ્રકર્ષ માટે પ્રયત્ન કરે છે, માટે ધર્મના ઉપકરણરૂપ દેહના પાલન અર્થે સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. તે ભિક્ષા પણ ભિક્ષાના સર્વ દોષના પરિહારપૂર્વક ધર્મના સાધનભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org