________________
૯૦
સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ કરવાનો પ્રસંગ હોવાથી પાપદ્ધિતા=પાપની વૃદ્ધિ થવાને કારણે દોષ છેઃ સાધુને દોષ છે. ૧૯ શ્લોકાર્ચ -
ગૃહસ્થ વડે સંકલ્પિત એવા પિંડના ગ્રહણમાં ત્રણ પ્રકારની શુદ્ધિવાળા એવા સાધુને શું દોષ છે ? એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે -
આ પિંડ સંકલ્પિત છે એ પ્રમાણે જણાયે છતે સંકલ્પિત પિંડના ગ્રહણમાં તે પ્રકારની પાકપ્રવૃત્તિ કરવાનો પ્રસંગ હોવાથી પાપની વૃદ્ધિ થવાને કારણે સાધુને દોષ છે. ૧૯ll ટીકા -
सङ्कल्पितस्येति-गृहिणा=गृहस्थेन, सङ्कल्पितस्य यत्यर्थं प्रतिदित्सितस्य, त्रिधाशुद्धिमतो मनोवाक्कायशुद्धस्य साधोः, ग्रहे ग्रहणे को दोषः? आरम्भप्रत्याख्यानस्य लेशतोऽप्यव्याघातादिति चेत्, ज्ञाते='मदर्थं कृतोऽयं पिण्डः' इति ज्ञाते सति, तद्ग्रहणे प्रसङ्गात् गृहिणः पुनः तथाप्रवृत्तिलक्षणात् पापवृद्धितः, तन्निमित्तभावस्याऽपरिहार्यत्वात् ।।१९।। ટીકાર્ય :
કૃIિ ..... તિ વે, ત્રણ પ્રકારની શુદ્ધિવાળા=મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા સાધુને ગૃહસ્થ વડે સંકલ્પિતના=સાધુને આપવાની ઈચ્છાથી પાક કરતી વખતે સંકલ્પિત પિંડના, ગ્રહણમાં શું દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે આરંભ પ્રત્યાખ્યાનનો લેશથી પણ અવ્યાઘાત છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
જ્ઞાને ..... પાપવૃદ્ધિતિ:, જ્ઞાત હોતે છતે=“મારા માટે આ પિંડ કરાયો છે” એ પ્રમાણે જ્ઞાત હોતે છતે, તેના ગ્રહણમાં=સાધુ માટે સંકલ્પિત પિંડના ગ્રહણમાં, ગૃહસ્થની વળી તે પ્રકારે પ્રવૃત્તિરૂપ પ્રસંગ હોવાથી=ગૃહસ્થતી સાધુને અર્થે પાકપ્રવૃત્તિ કરવારૂપ પ્રસંગ હોવાથી, પાપવૃદ્ધિ થવાને કારણે સાધુને દોષ છે, એમ અત્રય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org