________________
૮૯
સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯ તેવો ધર્મ મોક્ષનું કારણ હોય તો તેવો ધર્મ સેવીને સહેલાઈથી ઘણા જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકે; પરંતુ મોક્ષ પ્રાપ્ત કરનારા જીવો બહુ થોડા દેખાય છે, કેમ કે અનાદિકાળથી દઢ સંસ્કારરૂપે થયેલા મોહના પરિણામોને ઉચ્છેદ કરવા અતિદુષ્કર છે, તેથી મોક્ષની પ્રાપ્તિ પણ અતિદુષ્કર છે; અને અનાદિકાળના મોહના પરિણામોના દૃઢ સંસ્કારોને ઉચ્છેદ કરે તેવો ધર્મ સુખે સુખે સેવી શકાય તેવો હોઈ શકે નહિ, પરંતુ જે અતિ સત્ત્વશાળી જીવો છે, તેઓ જ આવો દુષ્કર ધર્મ સેવીને મોતને પરવશ થયા વગર મોહનું ઉમૂલન કરી શકે છે, અને તેવા જીવો જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે મોક્ષરૂપ દુર્લભ કાર્યને અનુરૂપ કારણ હંમેશા દુષ્કર જ હોય છે, અને તેવા દુષ્કર કારણરૂપ ધર્મને કહેનારા ભગવાન છે, તેથી ભગવાન આપ્ત સિદ્ધ થાય છે. II૧૮II અવતરણિકા -
શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડને ગ્રહણ કરતા સાધુ સમગ્ર ભાવને પામે છે. ત્યાં કોઈને શંકા થાય કે ગૃહસ્થ સાધુને આપવાના સંકલ્પથી પાક કર્યો હોય તોપણ સાધુએ તેવો કોઈ પરિણામ કર્યો નથી કે જેથી તેના સંયમની અશુદ્ધિ થાય. તેથી ગૃહસ્થતા સંકલ્પને કારણે સાધુના પિંડગ્રહણમાં સાધુને દોષની પ્રાપ્તિ થાય, તેમ કઈ રીતે કહી શકાય ? એ પ્રકારની શંકા કરીને નિવારણ કરે છે – શ્લોક :
सङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे ।
को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ।।१९।। અન્વયાર્થ:
ટિપI=ગૃહસ્થ વડે સતિસ્થસંકલ્પિત એવા પિંડના પ્ર=ગ્રહણમાં ત્રિથા શુદ્ધિમતોત્રણ પ્રકારની શુદ્ધિવાળા એવા સાધુને એ કોષ: =શું દોષ છે? રૂતિ ઘે–એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
જ્ઞાતિ-જ્ઞાત હોતે છતે=આ પિંડ સંકલ્પિત છે એ પ્રમાણે જણાયે છતે, પ્રસ–પ્રસંગ હોવાથી=સંકલ્પિત પિંડના ગ્રહણમાં તે પ્રકારની પાકપ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org