________________
૮૮
સાધુસામય્યદ્વાäિશિકા/શ્લોક-૧૮ ઘણા ગૃહસ્થો સાધુને ભિક્ષા આપવાના પરિણામથી પિંડ કરતા નથી, આમ છતાં પોતાને માટે કરાયેલો પિંડ હોય અને સાધુ વહોરવા પધારે તો દાન કરે છે. તેથી સાધુને દાન આપવાના પરિણામ વગરના એવા પણ તે ગૃહસ્થો પાસેથી અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ થાય છે.
વળી કેટલાક ગૃહસ્થો સાધુના અર્થે પિંડ કરે તેવા છે, આમ છતાં કોઈ સાધુ ન હોય તો સાધુ અર્થે પાક કરતા નથી, પરંતુ સ્વકુટુંબાદિ અર્થે પાક કરે છે. તેથી તેવા પણ ઘણા ગૃહસ્થો પાસેથી અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ છે.
જેમ – કોઈ નગરમાં સાધુ હોય તેની આજુબાજુનાં નજીકનાં ગામોમાં ઘણા એવા ગૃહસ્થો હોય કે સાધુ આવે તો તદર્થે પિંડ નિષ્પાદન કરે, અને કોઈ સાધુ ગામમાં ન હોય તો પોતાના કુટુંબ માટે જ પિંડ નિષ્પાદન કરે, અને નિર્દોષ ભિક્ષાના અર્થી સાધુ જે નગરમાં પોતે રહ્યા હોય તેની આજુબાજુના ગામમાં નિર્દોષ ભિક્ષા અર્થે જતા હોય છે, તેથી તે ગામમાં ભિક્ષુના અભાવે પોતાના માટે પાક કર્યો હોય તેવા પણ ગૃહસ્થોના ઘરેથી પાકની પ્રાપ્તિ છે. તેથી સાધુને અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ સંભવે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે જો સાધુને કૃત, કારિત પિંડનો નિષેધ કર્યો હોય અને સંકલ્પિત પિંડનો નિષેધ ન કર્યો હોય તો સાધુને પિંડની સુલભતા થાય, પરંતુ ગૃહસ્થો સ્વયં સાધુ અર્થે પિંડ નિષ્પાદન કરે તેવા પણ પિંડને અગ્રાહ્ય કહેવાથી તેવી ભિક્ષાની વૃત્તિ દુષ્કર બને છે, અને દુષ્કર એવા ધર્મને કહેનારા ભગવાન અનાપ્ત છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
મોક્ષ અતિદુર્લભ છે. તેથી તેનું કારણ એવો ધર્મ અતિદુષ્કર જ હોય. આથી શાસ્ત્રકારોએ મૂળ-ઉત્તરગુણના સમુદાયરૂપ યતિધર્મને અતિદુષ્કર કહ્યો છે.
વળી ભગવાન દુષ્કર એવા સાધુધર્મને કહેનારા હોવાથી આપ્યું છે, તે બતાવવા અર્થે કહે છે –
જેવો દુર્લભ મોક્ષ છે, તેને અનુરૂપ દુષ્કર સાધુધર્મ બતાવનારા હોવાથી જ ભગવાન આપ્યું છે, એમ સિદ્ધ થાય છે.
આશય એ છે કે જો ભગવાન એવો સાધુધર્મ બતાવે કે સુખે સુખે બધા સેવી શકે તો તેવો ધર્મ મોક્ષનું કારણ બને નહિ; કેમ કે જો સુખે સુખે સેવી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org