________________
સાધુસામગ્ગદ્વાચિંશિકા/બ્લોક-૧૭
૮૧ તો શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થોના ઘરમાં સાધુને ભિક્ષા કલ્પ નહિ, તેનું સમાધાન થઈ જાય છે, કેમ કે જો તે શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થો યાવદર્થિક કે પુણ્યાર્થિકપિંડ બનાવતા હોય તો તે સાધુને કહ્યું નહિ, અને જો તે શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થો પોતાના માટે પાક કર્યા પછી “હું આ પાકમાંથી સાધુની ભક્તિ કરીને કૃતાર્થ થાઉં એ આશયથી સાધુને આપવાનો સંકલ્પ કરે તો તેવો સંકલ્પ દુષ્ટ નથી, અને તે રીતે સંકલ્પ કરાયેલો પિંડ શોભન બ્રાહ્મણાદિ ગૃહસ્થોના ઘરથી સાધુને ગ્રહણ કરવા કહ્યું છે.
વળી શ્લોક-૧૪માં પૂર્વપક્ષીએ કહેલ કે દાનકાળથી પૂર્વમાં દેવત્વબુદ્ધિથી અસંકલ્પિત એવા પિંડનું દાન અશક્ય છે. માટે અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એ કથન સંગત નથી, તેનું પણ સમાધાન થઈ જાય છે, કેમ કે પોતાના માટે કરાયેલો પિંડ દાનકાળ પૂર્વમાં સાધુને આપવાનો સંકલ્પ કરે તે સંકલ્પને શાસ્ત્રકારો દુષ્ટ કહેતા નથી, એમ શ્લોક-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું છે.
વળી શ્લોક-૧૫માં પૂર્વપક્ષીએ કહેલ કે યાવદર્થિકપિંડ અને પુણ્યાર્થિકપિંડને દુષ્ટ કહેનારા જૈનો વડે અસંકલ્પિત પિંડ યતિએ ગ્રહણ કરવો જોઈએ, એ વચન દુર્વચ છે, તેનું પણ નિરાકરણ થઈ જાય છે; કેમ કે યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ શું છે, તે ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૬માં બતાવ્યું.
વળી અસંકલ્પિત પિંડ યતિએ ગ્રહણ કરવો જોઈએ, એ કથન દ્વારા શું કહેવા માંગે છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧૭માં કર્યું કે ગૃહસ્થોએ પોતાના માટે પિંડ કરેલ હોય અને સાધુને દાન આપવાનો સંકલ્પ કરે તો તે સંકલ્પ અવિશુદ્ધિવાળો નથી. તે સિવાય અન્ય કોઈપણ સંકલ્પ કરે તો તે સંકલ્પ દુષ્ટ છે. તે બતાવવા માટે યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ કર્યા પછી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, તેમ કથન કરેલ છે, તેથી કોઈ દોષ નથી.
વળી શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે તદર્થકૃતિ અને તદર્થનિષ્ઠાની ચતુર્ભગીમાં બે ભાંગા શુદ્ધ છે, તેનું તાત્પર્ય એ છે કે – (૧) સાધુ અર્થે કૃતિ અને સાધુ અર્થે નિષ્ઠા :સાધુ અર્થે પાકનો આરંભ હોય અને સાધુ અર્થે નિષ્ઠા હોય તે પિંડ સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org