________________
જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯
પ્રતિષ્ઠાવિધિથી જનિત એવું વિચિત્ર અદૃષ્ટ પ્રતિમાની પૂજ્યતાનું પ્રયોજક છે, એમ જે તવ્ય તૈયાયિકો સ્વીકારે છે, તેમાં તેઓને નવ્ય તૈયાયિકોને, તદ્ઘતિવિશિષ્ટસમ્વન્ધાપ્રશ્ને તદ્ વ્યક્તિમાં વિશિષ્ટ સંબંધનો અગ્રહ થયે છતે= સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટ વિશિષ્ટ એવી પ્રતિમારૂપ વ્યક્તિમાં પ્રતિષ્ઠાવિધિથી જનિત એવા વિશિષ્ટ સંબંધનો અગ્રહ થયે છતે, અતિપ્રસન્[:=અતિપ્રસંગ આવશે=પ્રતિમાને પૂજવાનો અતિપ્રસંગ આવશે, ચ તપ્રદુ=અને તેનો ગ્રહ થયે છતે=સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટવિશિષ્ટ એવી પ્રતિમામાં અને પ્રતિષ્ઠા કરાવતારતા આત્મામાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વરૂપ વિશિષ્ટ સંબંધનો ગ્રહ થયે છતે, અનનુનમઃ= અનનુગમ છે અર્થાત્ પ્રતિમામાં પૂજ્યતાનો અનુગમ હોવા છતાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અષ્ટવિશિષ્ટ એવા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પૂજ્યતાનો અનનુગમ છે અર્થાત્ પૂજ્યતાનું અનુસરણ નથી. રૂતિ શબ્દ નૈયાયિકની માન્યતાના નિરાકરણની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :
૭૪
નવ્ય નૈયાયિકો કહે છે પ્રતિષ્ઠાવિધિ કરાવનારના આત્મામાં વિશિષ્ટ કોટીનું અદૃષ્ટ પેદા થાય છે, અને આ અદૃષ્ટનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારો આત્મા છે, અને એ આત્માનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે. તેથી સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટવિશિષ્ટ પ્રતિમા બને છે અર્થાત સ્વ એટલે અદૃષ્ટ, તેનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા, અને તેનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે, તેથી તે સંયોગનો આશ્રય પ્રતિમા છે, માટે સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટવિશિષ્ટ પ્રતિમા બને છે, અને તે પ્રતિમામાં રહેલ અદૃષ્ટ પૂજ્યતાનું પ્રયોજક છે=પ્રતિમાની પૂજ્યતાનું પ્રયોજક છે.
-
આશય એ છે કે પ્રતિષ્ઠાવિધિથી જનિત અદૃષ્ટ સમવાયસંબંધથી પૂજ્યતાનું પ્રયોજક નથી, પરંતુ સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી પૂજ્યતાનું પ્રયોજક છે. તેથી પ્રતિષ્ઠા થયા પછી પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા પૂજ્ય બનતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org