________________
૬૮
જિનભક્તિદ્વાિિશકા/શ્લોક-૧૯ અહંકાર-મમકારરૂપ સન્નિધાન થાય છે, તેમ સ્વીકારવામાં અમારા મતે કોઈ દોષ નથી.
તેથી બીજો હેતુ કહે છે – સરાગમાં દેવપણાની બુદ્ધિનું જsઉપાસ્યરૂપે દેવપણાની બુદ્ધિનું જ, મિથ્યાપણું છે. તેથી સરાગદેવને આશ્રયીને કોઈ કહે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન થાય છે, તે કદાચ સંગત હોય તોપણ વીતરાગ દેવસ્થલમાં જે પ્રતિષ્ઠા કરાય છે, તે સ્થાનમાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન થતું નથી, તેમ માનવું જ ઉચિત છે.
વળી સરાદેવતાને આશ્રયીને તૈયાયિક જે કહે છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન થાય છે, તે પણ સંગત નથી. તે બતાવવા માટે અન્ય હેતુ કહે છે –
સરાગદેવમાં સર્વજ્ઞતાનો અભાવ હોવાને કારણે જ્યારે તે દેવો ભોગાદિની પ્રવૃત્તિમાં હોય ત્યારે તેમની મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ રહી છે, તે પ્રકારનો તેમનો ઉપયોગ ન રહે તેમ સંભવે. દેવોની આ વ્યાસંગદશા છે, અને દેવો આવી વ્યાસંગદશામાં હોય ત્યારે તે દેવતાને પોતાની પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિથી અહંકારમમકાર થતો નથી, અને કદાચ દેવતા વ્યાસંગદશામાં ન હોય, પરંતુ તેમની પ્રતિષ્ઠા થતી હોય તેમાં ઉપયોગવાળા હોય તો પણ એક કાળમાં જુદા જુદા દેશોમાં તેમની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થતી હોય તે સર્વમાં તેમનો ઉપયોગ ના જાય તો કોઈક દ્વારા કરાયેલી પ્રતિષ્ઠામાં તે દેવતાને અહંકાર-મમકાર થાય નહીં. માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સરાગદેવનું સન્નિધાન થાય જ છે, તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે પ્રતિષ્ઠાવિધિથી દેવની એવા પ્રકારની બુદ્ધિ નિયમથી થાય, તેવો નિયમ નથી.
વળી તૈયાયિકે કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પેદા થાય છે અને અસ્પૃશ્યના સ્પર્શથી તે સંસ્કારોનો નાશ થાય છે. એ વાત પણ સંગત નથી, તે બતાવવા માટે કહે છે કે જો પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પેદા થતા હોય અને અસ્પૃશ્યના સ્પર્શથી સંસ્કાર નાશ થતા હોય તો તે પ્રતિમાને અપૂજ્ય માનવાની આપત્તિ આવે. વસ્તુતઃ વીતરાગદેવની પ્રતિમામાં વિધિપૂર્વક ઉપચારથી પ્રતિષ્ઠા કરવામાં આવેલ હોય, અને ત્યારપછી કોઈ અસ્પૃશ્ય પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org