________________
gu
જિનભક્તિાસિંચિકા/શ્લોક-૧૯
આ નૈયાયિકના કથનથી એ ફલિત થાય કે પ્રતિષ્ઠાવિધિનાં બે કાર્યો છે : (૧) પ્રતિમામાં અહંકાર-મમકારરૂપ દેવતાનું સન્નિધાન થવું. (૨) પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં શક્તિવિશેષરૂપ સંસ્કારની પ્રાપ્તિ થવી.
તેથી પૂજા કરનારને દેવતાના અહંકાર-મમકારને કારણે દેવતા તરફથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે; અને જ્યારે દેવતા અન્યમનસ્ક હોય ત્યારે પૂજા કરનારને તેના દ્વારા ફળની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં જે શક્તિવિશેષ પ્રગટેલ, તેનાથી પૂજા કરનારને ફળ પ્રાપ્ત થાય છે. વળી તૈયાયિકો કહે છે કે અસ્પૃશ્ય એવા ચંડાલાદિ દ્વારા પ્રતિમાનો સ્પર્શ થાય તો તે પ્રતિમામાં ઉત્પન્ન થયેલ સંસ્કારનો નાશ થાય. તેથી તે પ્રતિમાની પૂજા કરવાથી પૂજા કરનારને ફળ પ્રાપ્ત થતું નથી.
આ પ્રમાણે પ્રતિષ્ઠાવિધિથી શું થાય છે? અને પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમાની પૂજાનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેની સંગતિ નૈયાયિક કરે છે. તેનું નિરાકરણ પૂર્વના કથનથી થાય છે. એ આ રીતે –
પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ સમાપત્તિથી પૂજા કરનારને ફળ પ્રાપ્ત થાય છે, અને પ્રતિમામાં વીતરાગનું સન્નિધાન સંભવતું નથી.” આ પ્રકારના ગ્રંથકારના કથનથી “પ્રતિષ્ઠાવિધિથી દેવતાનું સન્નિધાન થવાને કારણે, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં સંસ્કાર પેદા થાય છે તેના કારણે, પૂજાફળની પ્રાપ્તિ થાય છે” એમ જે નૈયાયિક કહે છે, તેનું નિરાકરણ થાય છે.
શ્લોકના કથનથી નૈયાયિકના કથનનું નિરાકરણ થયું. તેની પુષ્ટિ કરવા માટે વળી અન્ય પણ યુક્તિ આપે છે –
જે પ્રમાણે તૈયાયિકે કહ્યું કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સન્નિધાન થાય છે, એ પ્રમાણે વિતરાગ દેવસ્થલમાં કહેવું શક્ય નથી; કેમ કે શ્રાવકો પ્રતિમામાં પ્રતિષ્ઠા કરે કે મૂર્તિની પૂજા કરે, તેની સાથે વીતરાગદેવને કોઈ સંબંધની બુદ્ધિ નથી, પરંતુ વીતરાગ પોતાના સ્વાભાવિક પરિણામમાં સમવસ્થિત છે.
અહીં કોઈ નૈયાયિક કહે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા વિતરાગનું સન્નિધાન ભલે ન થાય, પરંતુ સરાગદેવનું સન્નિધાન થઈ શકે છે. તેથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org