SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૧૮-૧૯ ઉપચરિત સ્વભાવ છે; કેમ કે પ્રતિમામાં પરજ્ઞતા કે પરદર્શકતા નથી, આમ છતાં શ્રાવકે ભગવાનની ભક્તિ અર્થે પ્રતિમામાં તે ભાવોની સ્થાપના કરી છે. તેથી પ્રતિમામાં સ્થાપન કરાયેલ તે ભાવ સ્વાભાવિક નથી, પરંતુ પાધિક છે; અને આ ઔપાધિકભાવ પણ શ્રાવકના ઉપચારથી થયેલો છે, તેથી ઉપચરિત સ્વભાવ છે, અને આ ઔપાધિક ઉપચરિત સ્વભાવ વિચિત્ર છે=વિલક્ષણ છે. તેથી ઔપાધિક ઉપચરિત સ્વભાવ પ્રતિમામાં સ્થાપન કર્યા પછી ઉત્થાપન ન કરવામાં આવે ત્યાં સુધી અવસ્થિત રહે છે. એથી શ્રાવકના ઉપચારથી આદિત ઉપચરિત સ્વભાવવિશેષનો પ્રતિમામાં અનાશ છે, એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. I૧૮. અવતરણિકા : પૂર્વશ્લોક-૧૮માં પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા છે અને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા છે, તે બતાવ્યું. હવે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવાથી પૂજા કરનારને કઈ રીતે ફળની પ્રાપ્તિ થાય છે ? અને મુખ્ય દેવતાના સંનિધાનરૂપ પ્રતિષ્ઠા પ્રતિમામાં કેમ થઈ શકે નહીં ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि । फलं स्याद्वीतरागाणां सन्निधानं त्वसम्भवि ।।१९।। અન્વયાર્ચ - પ્રતિષ્ઠિતત્વજ્ઞાનોત્યસમાપરા પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઉસ્થિત થયેલ સમાપતિ દ્વારા પરેદ્યપિ પરમાં પણ=પ્રતિમાની પૂજા કરતારમાં પણ, છન્ન થાત્રફળ થાય વિપુલ નિર્જરારૂપ ફળ થાય. તુવળી વીતરાળાં વીતરાગનું સન્નિધાનંત્ર સંનિધાન પ્રતિમામાં વીતરાગનું સંનિધાન, સવિ અસંભવી છે. ૧૯ શ્લોકાર્ધ : પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઉસ્થિત થયેલ સમાપતિ દ્વારા પરમાં પણ પ્રતિમાની પૂજા કરનારમાં પણ, ફળ થાય=વિપુલ નિર્જરારૂપ ફળ થાય. વળી પ્રતિમામાં વીતરાગનું સંનિધાન અસંભવી છે. II૧૯li Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy