________________
૪૯
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ દ્વારા=શાસ્ત્રવચનની નીતિથી પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા, સ્વભાવની જ સ્થાપના છે પોતાના આત્મામાં પોતાના સ્વભાવની જ સ્થાપતા છે અર્થાત્ પોતાના આત્મામાં પોતાના સ્વભાવનો આવિર્ભાવ નથી, પરંતુ વીતરાગ સદશ મારો જે સ્વભાવ છે તે સ્વભાવને મારે પ્રગટ કરવો છે' માટે તેને પ્રગટ કરવાના લક્ષ્યરૂપે પોતાના આત્મામાં જ્ઞાનના ઉપયોગરૂપે પરમાત્માના સ્વભાવની જ સ્થાપના છે.
તે આ કહેવાયું છે=શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે આ ષોડશક૮/૪માં કહેવાયું છે – મત .. ૩ળેઃ ||
“દેવતાને ઉદ્દેશીને પોતાના આત્મામાં જ નિજ ભાવની જ પ્રતિષ્ઠા છે. જે કારણથી અહીં=પ્રતિષ્ઠાના કાર્યમાં, વચનનીતિથી અત્યંત પરમ સ્થાપન છે=મુખ્ય સ્થાપન છે.” ષોડશકના ઉદ્ધરણમાં “વસ્તુ વાક્યાલંકારમાં છે.
તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તથા ..... અને ડૂત =આનાથી જ=મુખ્ય દેવતાને ઉદ્દેશીને આત્મામાં આત્માની બુદ્ધિની પ્રતિષ્ઠા કરી એનાથી જ, સ્થાપ્ય એવા વીતરાગવિષયક= જે તીર્થંકરાદિને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાય છે તે તીર્થંકર પોતાના આત્મામાં સ્થાપ્ય છે તેવા સ્થાપ્ય વીતરાગવિષયક, સમરસની પ્રાપ્તિ હોવાથી=પ્રતિમાને કરાવનાર શ્રાવકના ચિત્તમાં વીતરાગવિષયક સમરસતી પ્રાપ્તિ હોવાથી, આ પ્રતિષ્ઠા મુખ્ય છે=નિરુપચરિત છે, એમ પૂર્વની સાથે અન્વય છે. વળી અન્ય રીતે પણ આ પ્રતિષ્ઠાનું મુખ્યપણું છે. તે સ્પષ્ટ કરે છે --
વચનરૂપ અગ્નિની ક્રિયાથી શાસ્ત્રવચનથી જન્ય શ્રુતજ્ઞાનરૂપ અગ્નિની ક્રિયાથી શાસ્ત્રવચનાનુસાર ક્રિયાથી, દગ્ધ કર્મમળવાળા એવા આત્માનું બળી ગયેલા કર્મમળવાળા એવા આત્માનું, વીતરાગતલક્ષણ સ્વર્ણભાવની પ્રાપ્તિરૂપ પરમપ્રતિષ્ઠા સ્વરૂપ કાર્યનું હેતુપણું હોવાથી પણ આનું મુખ્યપણું છે=મુખ્ય દેવતાને ઉદ્દેશીને આત્મામાં જે પ્રતિષ્ઠા કરી તે પ્રતિષ્ઠાનું મુખ્યપણું છેઃ નિરુપચરિતપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org