________________
४४
જિનભક્તિવાવિંશિકા/શ્લોક-૧૬-૧૭ સંચય થાય તે રીતે સર્વ વિધિમાં ઉદ્યમ કરે છે. તેથી આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિના ક્રમથી મોક્ષનું કારણ છે, છતાં મોક્ષની પ્રાપ્તિ સુધીની શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી આનુષંગિકરૂપે સ્વર્ગાદિ પ્રાપ્તિનું કારણ બને તેવું આ લોકોત્તર જિનબિંબ કરાવણ છે; અને લૌકિક જિનબિંબનિર્માણમાં મુખ્યપણે અભ્યદય છે. તેથી તેવું બિંબ નિર્માણ કરાવનાર સાધક દેવભવ અને મનુષ્યભવ પામીને વિવેક વિશેષને પ્રાપ્ત કરશે, ત્યારે મોક્ષ અર્થે પણ ઉદ્યમ કરશે, તેવા પ્રકારનો વિશેષ પુણ્યબંધ કરે છે. તેથી લૌકિક જિનબિંબનિર્માણમાં અભ્યદય મુખ્ય છે, અને અભ્યદયના પ્રકર્ષ દ્વારા વિવેકની પ્રાપ્તિ થશે ત્યારે પરંપરાએ મોક્ષની પ્રાપ્તિનું કારણ બનશે. માટે લૌકિક જિનબિંબનિર્માણ અભ્યદયની પ્રધાનતાવાળું છે.
અહીં વિશેષ એ છે કે લોકોત્તર જિનબિંબનિર્માણમાં જે આનુષંગિક અભ્યદય થાય છે, તે લૌકિક જિનબિંબનિર્માણ કરતાં શ્રેષ્ઠ કોટીનો હોય છે. તેથી લોકોત્તર જિનબિંબ નિર્માણ કરાવનાર શ્રાવક મોક્ષમાં ન જાય ત્યાં સુધી દેવભવ કે મનુષ્યભવને પામશે, તે પણ ઘણા ઉત્તમ કોટીની શક્તિવાળો અને સમૃદ્ધિવાળો હશે; કેમ કે લોકોત્તમ પુરુષ એવા ભગવાનની ભક્તિકાળમાં થયેલા ઉત્તમ અધ્યવસાયથી આનુષંગિક રીતે બંધાયેલું પુણ્ય પણ વિશિષ્ટ કોટીની નિર્મળતાવાળું હોય છે.
વળી લૌકિક જિનબિંબનિર્માણકાળમાં મુખ્યરૂપે અભ્યદયને અનુકૂળ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તોપણ લોકોત્તર બિંબનિર્માણકાળમાં આનુષંગિક બંધાતા પુણ્યાનુબંધી પુણ્ય કરતાં તે હિનકક્ષાનું પુણ્યાનુબંધી પુણ્ય છે. તેથી લૌકિક બિંબનિર્માણકાળમાં બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય મુખ્ય હોવા છતાં પણ તેવું શ્રેષ્ઠ નથી, જેવું શ્રેષ્ઠ લોકોત્તર બિંબનિર્માણકાળમાં હોય છે. આવા અવતરણિકા :
જિનાલય નિર્માણ પછી જિનબિંબનિર્માણની વિધિ બતાવી અને બિંબનિર્માણ કર્યા પછી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે–પ્રતિમામાં ઉપચારથી પરમાત્માના સ્વરૂપનું પ્રતિષ્ઠાપન કરવામાં આવે છે. તેથી હવે બિબ નિષ્પન્ન કર્યા પછી પ્રતિષ્ઠા કરવા અર્થે શું વિધિ છે ? તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org