________________
૪૩
જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
“વળી અહીં જિનબિબનિર્માણમાં, પરમફળને આશ્રયીને=મુખ્ય ઉદ્દેશ્ય ફળને આશ્રયીને લોકોત્તર, નિર્વાણસાધક છે. વળી અહીં=લોકોત્તર જિનબિંબનિર્માણમાં, અનુષંગથી અભ્યુદય પણ પરમ થાય છે.” (ષોડશક-૭/૧૫)
ભાવાર્થ:
(i) શાસ્ત્રવિધિ અનુસાર જિનબિંબ કરાવણ લોકોત્તર અને મોક્ષદાયક :(ii) શાસ્ત્રવિધિથી વિપરીત જિનબિંબ કરાવણ લૌકિક અને અભ્યુદય ફળદાયક :
પૂર્વમાં બતાવ્યું એ વિધિ અનુસાર કોઈ શ્રાવક જિનપ્રતિમા નિર્માણ કરાવતા હોય ત્યારે શાસ્ત્રમાં કહેલી વિધિનું સ્મરણ કરે, અને તે સ્મરણથી નિયંત્રિત જિનપ્રતિમાનિર્માણ વિષયક પ્રવૃત્તિ કરે, અને તે પ્રવૃત્તિથી શુદ્ધ એવા ભાવથી જે બિંબનું કરાવણ છે, તે લોકોત્તર છે અર્થાત્ લોકોત્તર એવા ભગવાનના વચનાનુસાર હોવાથી લોકો ન સમજી શકે તેવા પ્રકારની ક્રિયારૂપ છે. માટે લોકોત્તર છે અને મોક્ષને દેનારું છે અર્થાત્ આ શુદ્ધ ભાવ પ્રકર્ષને પામીને સર્વ કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરાવનારો છે.
આનાથી અન્ય રીતે જે જિનબિંબનું કરાવવું તે શાસ્ત્રવિધિના સ્મરણથી નિયંત્રિત નહીં હોવાને કારણે લૌકિક છે અર્થાત્ “આ સારું કાર્ય છે માટે કરવું જોઈએ” એમ લોકો કહે છે, તેમ ‘આ જિનપ્રતિમાનું નિર્માણ સારું કાર્ય છે, માટે સ્વશક્તિ અનુસાર સુવર્ણાદિ ઉત્તમ દ્રવ્યોથી મારે નિર્માણ કરાવવું જોઈએ’, એવી લોકબુદ્ધિ અનુસાર નિર્માણ કરાવે છે, તેથી લૌકિક છે; અને ભગવાન પ્રત્યેની કાંઈક ભક્તિથી પ્રયુક્ત છે, તેથી અભ્યુદયફળવાળું છે; કેમ કે જિનબિંબનિર્માણનો વિષય ભગવાનની ભક્તિ છે.
લોકોત્તર જિનબિંબનિર્માણમાં અભ્યુદય આનુષંગિક છે. તેથી એ પ્રાપ્ત થાય કે લોકોત્તર જિનબિંબ નિર્માણ કરાવનાર શ્રાવક જિનબિંબ નિર્માણકાળમાં વિધિના સ્મરણથી સદા વીતરાગને સ્મરણમાં રાખે છે, અને વીતરાગ દ્વારા બતાવાયેલ આ વિધિ કઈ રીતે ભાવસ્તવની પ્રાપ્તિરૂપ નિરપેક્ષઆજ્ઞાકરણનું= સર્વવિરતિસંયમનું, કારણ છે, તેની સ્મૃતિપૂર્વક નિરપેક્ષઆજ્ઞાકરણની શક્તિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org