________________
૪૦
જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧પ નિર્માણ કરનાર શ્રાવકના પરિણામથી નિર્જરારૂપ ફળનો વિશેષ છે, અને તે પરિણામ શાસ્ત્રમાં કહેલી વિધિના સ્મરણપૂર્વક કરાતી ચેષ્ટાથી શુભ થાય છે; કેમ કે પ્રતિમાનિર્માણકાળમાં આગમાનુસારી પ્રવૃત્તિ કરવામાં આવે તો ભગવાનની ભક્તિ, ભગવાનના ગુણોનું બહુમાન અને ભગવાન પ્રત્યેના વિનયાદિ ભાવો પ્રગટ થાય છે, અન્યથા ભક્તિ-બહુમાનાદિ ભાવો પ્રગટ થતા નથી. તેથી બિંબ નિર્માણ કરનાર જે શ્રાવક આગમવચનના સ્મરણપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે, તેના ચિત્તમાં જે પ્રકારની ભગવાનની ભક્તિ, જે પ્રકારનું ભગવાનના વચનનું બહુમાન અને જે પ્રકારના ભગવાન પ્રત્યેના વિનયાદિ ભાવો વર્તે છે, તેવા પ્રકારના ઉત્તમ ભાવો સુવર્ણાદિથી પ્રતિમા નિર્માણ કરનાર અર્થાત્ આગમવિધિથી નિરપેક્ષ સુવર્ણાદિથી પ્રતિમા નિર્માણ કરનાર પણ શ્રાવકના ચિત્તમાં થતા નથી. જોકે આગમ વિધિ અનુસાર જિનબિંબ નિર્માણ કરનાર શ્રાવક પોતાના ભાવના અતિશયને આધાન કરવા અર્થે શક્તિ હોય તો અવશ્ય સુવર્ણાદિનું જિનબિંબ કરે, પરંતુ સુવર્ણાદિની શક્તિ હોવા છતાં, આરસ આદિની પ્રતિમા કરાવે તો તે પ્રકારના ભક્તિ આદિ ભાવોનો પ્રકર્ષ થતો નથી.
અહીં વિશેષ એ છે કે જે શ્રાવક જિનબિંબ નિર્માણ કરતી વખતે શાસ્ત્રમાં જે વિધિ કહી છે, તેનું સ્મરણ કરીને તદનુસાર જિનબિંબનિર્માણની પ્રવૃત્તિમાં ઉદ્યમવાળા છે, તે શ્રાવકના હૈયામાં વિધિના સ્મરણકાળમાં વિધિને બતાવનારા ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે અર્થાત્ “આ વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને હું પણ વીતરાગભાવને પામું', એ પ્રકારનો ભક્તિનો આશય પ્રગટે છે, અને વિધિના સ્મરણપૂર્વક કરાતી ક્રિયાના કાળમાં ઉપસ્થિત થયેલા વીતરાગના ગુણોમાં બહુમાનનો ભાવ વર્તે છે અર્થાત્ “ભગવાનમાં જે ગુણો વર્તે છે, તે ગુણો જ મારે પ્રાપ્ત કરવા છે', એ પ્રકારનો ગુણો પ્રત્યેના પક્ષપાતના ભાવરૂપ બહુમાનભાવ વર્તે છે, અને તે ગુણોનો આવિર્ભાવ કરવા માટે જે કંઈ અંતરંગ યત્ન થાય છે, તે ભગવાન પ્રત્યેના વિનયનો પરિણામ છે; કેમ કે ગુણોને અભિમુખ પરિણામ થવાથી કર્મોનું વિનયન થાય છે, અને જે પ્રવૃત્તિથી કર્મોનું વિનયન થાય તે વિનય કહેવાય, એ પ્રકારની “વિનય' શબ્દની વ્યુત્પત્તિ છે; વળી જે શ્રાવકો આગમના અનુસરણપૂર્વક બિબનિર્માણની પ્રવૃત્તિ કરતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org