SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ ભાવાર્થજિનમંદિર કરાવવા માટેના અધિકારીનું સ્વરૂપ - ધર્મ એ અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને જેઓ સંસારમાં પણ ઉચિત પ્રવૃત્તિ ન કરતા હોય એવા જીવો જિનમંદિર આદિ કરાવે તોપણ ધર્મના લાઘવને કરનારા બને છે. તેથી જિનમંદિરને કરાવવા માટેના અધિકારી શ્રાવક કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે, તેનું સ્વરૂપ બતાવે છે – (૧) ચાઈનધન - ન્યાયથી પ્રાપ્ત ધનવાળા અર્થાત્ ધર્મને બાધ ન કરે તે રીતે અર્થ ઉપાર્જન કરનારા શ્રાવકો. (૨) થીરઃ :- દ્રવ્યસ્તવ કઈ રીતે ભાવસ્તવનું કારણ બનશે તેના પરમાર્થને જાણીને તે રીતે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે, જેથી સ્વપરના હિતની પરંપરા ઊભી થાય, તેવા મતિમાન. (૩) સતાધાર :- શ્રાવકની મર્યાદાને અનુકૂળ સર્વ ઉચિત આચરણાઓ કરનારા. (૪) શુભાશય: - “આ જિનમંદિરના નિર્માણથી ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મારા સંસારનો અંત થાય, અને આ જિનમંદિરના નિમિત્તને પામીને યોગ્ય જીવોને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થાય એ પ્રકારના શુભાશયવાળા. (૫) "વિસમ્મતિઃ :- પિતા, પિતામહ, રાજા, અમાત્ય વગેરેને બહુમત. આવા ગૃહસ્થો જિનમંદિર કરાવે; કેમ કે આવા ગુણવાળા જ જિનભવન કરાવવા માટે અધિકારી છે. શા અવતરણિકા : પૂર્વશ્લોકમાં દ્રવ્યસ્તવમાં પ્રધાન અંગરૂ૫ જિનભવન કરાવવા માટેના અધિકારીનું સ્વરૂપ બતાવ્યું. હવે તે જિનભવન નિર્માણ કરાવવા માટે કેવી શુદ્ધ ભૂમિ ગ્રહણ કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : तत्र शुद्धां महीमादौ गृह्णीयाच्छास्त्रनीतितः । परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ।।३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy