SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્ધાત્રિશિકા' ગ્રંથની પાંચમી જિનભક્તિદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના જિનમહત્ત્વ' નામની ચોથી દ્વાáિશિકામાં ભગવાનનું મહત્ત્વ બતાવ્યું, અને જિનના મહત્ત્વનું જેને જ્ઞાન થાય, તેને જિનમાં ભક્તિ કરવી આવશ્યક છે, તેથી હવે પાંચમી “જિનભક્તિદ્વાર્નાિશિકા' બતાવે છે. જિનની પારમાર્થિક ભક્તિ ભગવાનના વચનાનુસાર ચારિત્રના પાલનથી થાય છે; કેમ કે સમ્યક્ રીતે કરાયેલું ચારિત્રનું પાલન વીતરાગતાને પ્રગટ કરવાનું કારણ છે અને વીતરાગતાનું કારણ હોય તે જ વીતરાગની ભક્તિ છે. વળી, શ્રાવકો સર્વ ઉદ્યમથી મોહના ઉન્મેલનને અનુકૂળ યત્ન કરી શકતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી મોહના ઉન્મેલનને કરવાની ઇચ્છાવાળા હોવાને કારણે તેને અનુરૂપ શક્તિના સંચય અર્થે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે; કેમ કે મોહને વશ થઈને જે ધનાદિ પ્રાપ્ત કર્યાં છે, તેનો પોતાના ભોગમાં ઉપયોગ કરવા માત્રથી તેઓને સંતોષ નથી, તેથી તે ભોગને અનુકૂળ પોતાના માનસના ઉચ્છેદ અર્થે શ્રાવકો ભગવાનની ભક્તિ કરે છે. અને તે ભક્તિથી તેઓ સાંસારિક ભાવો પ્રત્યે અભિળંગવાળું ચિત્ત નાશ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી શ્રાવકને દ્રવ્યસ્તવ દ્વારા દેશથી ભક્તિ થાય છે અને તે ભક્તિનું સ્વરૂપે પ્રસ્તુત કાત્રિશિકામાં બતાવેલ છે. દ્રવ્યસ્તવથી ભક્તિ કરનાર શ્રાવકે ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરવું જોઈએ, ભગવાનના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા અતિમાન થવું જોઈએ, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા થવું જોઈએ અને “ભગવાનની ભક્તિ કરીને હું પણ વીતરાગ થવાને અનુકૂળ સર્વવિરતિની શક્તિને પ્રાપ્ત કરું” તેવા શુભાશયપૂર્વક જિનાલયનું નિર્માણ કરવું જોઈએ. આ જિનાલયના નિર્માણ દ્વારા કરાતી ભક્તિ ઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy