________________
૮૨
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ થતો નથી, પરંતુ અતીત પ્રતિષ્ઠાવાળી પ્રતિમા પૂજાફળનું કારણ છે, તેવો બોધ થાય છે. તેથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમાની પૂજ્યતાનું કારણ છે; કેમ કે “પ્રતિષ્ઠિત” એ શબ્દ ભૂતકૃદન્ત છે, માટે તેમાં રહેલ ‘વત' શબ્દ પ્રતિષ્ઠાધ્વંસને બતાવે છે.
આ પ્રકારના કથનથી પ્રતિમાની પૂજ્યતાનો પ્રયોજક કેવા પ્રકારનો પ્રતિષ્ઠાધ્વસ ચિંતામણિકારને માન્ય છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
ચિંતામણિકાર માને છે કે પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રાપ્ત થાય છે પ્રતિષ્ઠાની ક્રિયાના નાશરૂપ ધ્વસ પ્રતિમામાં પ્રાપ્ત થાય છે, અને તે ધ્વસ પ્રતિમાની પૂજ્યતાનો પ્રયોજક છે. વળી પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિમાને કોઈ અસ્પૃશ્યના સ્પર્શાદિ થાય તો તે પ્રતિમા પૂજ્ય નથી, તેમ ચિંતામણિકાર માને છે. તેથી માત્ર પ્રતિષ્ઠાધ્વંસને પૂજ્યત્વનો પ્રયોજક સ્વીકારીએ તો જે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ વિદ્યમાન છે, અને કોઈ અસ્પૃશ્યએ તે પ્રતિમાને સ્પર્શ કરેલો હોય, તોપણ તે પ્રતિમાને પૂજ્ય માનવાની આપત્તિ આવે, તે દોષના નિવારણ માટે વિશિષ્ટ પ્રતિષ્ઠાધ્વસ પૂજ્યતાનો પ્રયોજક છે” તેમ બતાવવા અર્થે ચિંતામણિકાર કહે છે --
પ્રતિષ્ઠાકાળથી માંડીને જ્યાં સુધી અસ્પૃશ્યના સ્પર્શાદિ પ્રતિયોગિક છે એવો અનાદિસંસર્ગાભાવ જે પ્રતિમામાં છે તે પ્રતિમા પૂજ્ય છે, અન્ય નહિ. અહીં પ્રતિષ્ઠાધ્વંસનું વિશેષણ પ્રતિષ્ઠાનીયાવસૃશ્યસ્પવિતિયાનવસંસમાવ:= પ્રતિષ્ઠાકાલીન યાવત્ અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ કહ્યું, તેનો અર્થ આ પ્રમાણે છે - પ્રતિષ્ઠા કરાવી હોય ત્યારથી માંડી જ્યાં સુધી કોઈ ચંડાલાદિ અસ્પૃશ્ય પુરુષ તે પ્રતિમાનો સ્પર્શ ન કરે ત્યાં સુધી તે પ્રતિમામાં અસ્પૃશ્ય સ્પર્ધાદિ પ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ છે, અને કોઈ અસ્પૃશ્ય સ્પર્શ કરી જાય ત્યારપછી તે પ્રતિમામાં અનાદિસંસર્ગાભાવ નથી; કેમ કે તે પ્રતિમામાં અસ્પૃશ્યનો સ્પર્શ એક વખત થયા પછી તે પુરુષ સદા પ્રતિમાને સ્પર્શીને રહેલો નથી, તેથી તે અસ્પૃશ્યના સ્પર્શનો સંસર્ગાભાવ છે; પરંતુ તે સંસર્ગાભાવ આદિમાન છે, પણ જે પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી કોઈ અસ્પૃશ્ય સ્પર્શ કર્યો ન હોય તે પ્રતિમામાં અસ્પૃશ્યના સ્પર્શનો સંસર્ગાભાવ અનાદિસંસર્ગાભાવ છે. તેથી અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવવાળી પ્રતિમામાં રહેલ પ્રતિષ્ઠાધ્વસ પૂજ્યતાનો પ્રયોજક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org