________________
પ૯
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦
અહીં શંકા થાય કે નિત્યનિર્દોષરૂપે ઈશ્વરની સિદ્ધિ ભલે ન થાય, પણ જગતનો કર્તા માનવામાં શું વાંધો છે ? તેથી કહે છે –
અને જગતના કર્તાપણાની ક્યાંય પણ સર્વત્ર જ, અસિદ્ધિ છે. પૂર્વમાં કહ્યું કે જગતના કર્તાપણાની ક્યાંય પણ=સર્વત્ર જ, અસિદ્ધિ છે. તેથી તૈયાયિક જગતના કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ કરવા જે અનુમાન બતાવે છે. તે બતાવીને ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરે છે –
ફિત્યાદિ સકર્તક છે; કેમ કે કાર્યપણું છે ઘટાદિની જેમ.” આ પ્રકારના અનુમાનથી તેની સિદ્ધિ છે=જગત્કર્તાની સિદ્ધિ છે, એ પ્રમાણે ન કહેવું; કેમ કે અપ્રયોજકપણું છે હેતુનું અપ્રયોજકપણું છે; અને કાર્યપણા વડે અને કર્તાપણા વડે કાર્યકારણભાવરૂપ વિપક્ષબાધક તર્કનું વિદ્યમાનપણું હોવાથી અપ્રયોજકપણું નથી=હેતુનું અપ્રયોજકપણું નથી, એ પ્રમાણે જો તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું. તેમાં હેતુ બતાવે છે – વાર્યત્વવચ્છિન્ન પ્રતિકાર્યમાત્ર પ્રતિ, નૃત્યેન-કર્તાપણાથી, હેતુપણામાં પ્રમાણનો અભાવ છે.
કાર્યત્નાવચ્છિન્ન પ્રતિ કર્રપણાથી હેતુપણામાં પ્રમાણનો અભાવ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
કાર્ય એવા ઘટાદિમાં કર્તૃપ્રયોજ્યના વિશેષનું જ કર્તવ્યના અવચ્છેદક એવા વિશેષનું જ અર્થાત્ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃતજાતિવિશેષનું જ, દર્શન છે; કેમ કે આ સકર્તક છે અને આ નથી આ સકતૃક નથી' એ પ્રકારના વ્યુત્પન્ન વ્યવહારથી ગ્રહણ થાય છે કજચતાવચ્છેદક ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત જાતિવિશેષનું ગ્રહણ થાય છે.
અહીં કોઈ કહે કે “આ સકર્તક છે અને આ સકર્તક નથી' એવો વિભાગ ન કરતાં, કેટલાંક કાર્યો સકર્તક દેખાય છે તેના ઉપરથી અન્ય કાર્યને પણ સકર્તક સ્વીકારીને, તેના કર્તા તરીકે ઈશ્વરને સ્વીકારવામાં આવે તો પર્યત્વેન નૃત્વેન કાર્યકારણભાવ સ્વીકારી શકાય, અને તેમ સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org