________________
ઉo
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦ વ્યાપ્ય ધર્મથી વ્યાપક ધર્મની અવ્યથાસિદ્ધિ હોવાથી તદ્અવચ્છિન્નમાં જ વ્યાપ્યધર્મઅવચ્છિન્નમાં જ ક્ષિતિમરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષમાં જ, કર્તુત્વેન હેતુપણું છે. ભાવાર્થ :(૧) જગત્કર્તુત્વ મીમાંસા :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ધ્વસ્તદોષપણા વડે ભગવાનનું મહત્ત્વ છે, અને તેમ સિદ્ધ થવાથી, “ભગવાન જગતના કર્તા નથી માટે ભગવાનમાં મહત્ત્વ નથી” એ પ્રમાણે જે તૈયાયિક કહે છે તેનું નિરાકરણ પણ થાય છે, કેમ કે ભગવાનના દોષો નાશ થયા છે માટે ભગવાન વીતરાગ છે, અને વીતરાગ હોવાથી તેમને જગતનું સર્જન કરવાનું કોઈ પ્રયોજન નથી. માટે ‘ભગવાન જગતના કર્તા નથી તેથી મહાન નથી,’ એ પ્રકારનું નૈયાયિકનું વચન અસંગત છે.
વળી, બીજી પણ યુક્તિ બતાવે છે કે જગતના કર્તા તરીકે કોઈ પુરુષની ક્યાંય સિદ્ધિ નથી અર્થાતુ આખા જગતના કોઈ કર્યા છે તેવું માનવામાં કોઈ પ્રમાણ નથી, માટે પણ ભગવાન જગતના કર્તા નથી. તેથી “જગતના કર્તા હોય તે મહાન છે,” એ પ્રકારનું નિયાયિકનું વચન દુર્વચન છે, આ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે, તેને સામે રાખીને તૈયાયિક અનુમાન દ્વારા જગતના કર્તાની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે છે, અને અનુમાન કરે છે કે “ક્ષિતિ આદિ સકર્તક છે કાર્યત્વ હોવાથી=ક્ષિતિ આદિમાં કાર્યપણું હોવાથી, ઘટાદિની જેમ.” આ અનુમાનથી એ ફલિત થાય કે ક્ષિતિ આદિ તેના અવયવોનું કાર્ય છે, અને જે કાર્ય હોય તેનો કોઈક કર્તા હોય. જેમ ઘટાદિ કાર્ય છે, તેનો કર્તા કુંભારાદિ છે; તેમ ક્ષિતિ આદિ પણ કાર્ય છે, માટે તેનો કોઈ કર્તા છે. તેનો કર્તા કોઈ દેખાતો નથી, માટે અનન્ય ગતિથી તેનો કર્તા ઈશ્વર છે, તેમ માનવું જોઈએ.
આ રીતે યુક્તિ આપીને તૈયાયિક જગતના કર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે નૈયાયિકના કરાયેલા અનુમાનમાં હેતુ અપ્રયોજક છે અર્થાત્ હેતુ સાધ્યનો ગમક નથી. જેમ કોઈક કહે કે “પર્વત અગ્નિવાળો છે, રાસભ=ગધેડ, હોવાથી.” ત્યાં રામભરૂપ હેતુ અગ્નિને સિદ્ધ કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org