________________
४४
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ આ રીતે મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તપણારૂપે નવા પુરુષની કલ્પના કરવામાં ગૌરવદોષ છે. માટે દોષધ્વંસમાં મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્તપણું કલ્પવું ઉચિત છે તેમ બતાવ્યું. આમ છતાં નૈયાયિક કહે કે ઈશ્વરને સિદ્ધ કરવા માટે અન્ય કોઈ ઉપાય નથી, તેથી ગૌરવદોષ પણ ફલમુખ છે અને ફલમુખ હોવાથી ઇષ્ટ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુત: ..... વસ્તુતઃ પદની પ્રવૃત્તિનું નિમિત્ત માત્ર પદાર્થાન્તરની કલ્પના કરવા સમર્થ નથી.
આશય એ છે કે જગતમાં મહાન કોણ છે ? તે બતાવવા માટે મહત્વની પ્રવૃત્તિ છે, અને તે પ્રવૃત્તિ કરવા અર્થે એક નવા પ્રકારના પુરુષની કલ્પના કરવી તે ઉચિત નથી; પરંતુ જગતમાં જે જીવો છે તે જીવોમાંથી જે જીવો દોષોનો નાશ કરી શક્યા નથી, તે મહાન નથી, અને જે જીવોએ દોષોનો નાશ કર્યો છે તે જીવો મહાન છે, તેમ કલ્પના કરવી ઉચિત ગણાય. પરંતુ મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત કોણ છે ? એવી વિચારણાનો પ્રસંગ હોય ત્યારે દેખાતા સર્વ પદાર્થોને છોડીને એક નવા પદાર્થની કલ્પના કરવી અને તેને મહાન કહેવો તે ઉચિત ગણાય નહીં. તેથી સર્વ સંસારી જીવો કરતાં વિલક્ષણ એવા અનાદિશુદ્ધ આત્માની કલ્પના કરીને તેને મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત સ્વીકારવું તે ઉચિત કહેવાય નહીં. III અવતરણિકા :
ध्वस्तदोषत्वे भगवतः समंतभद्रोक्तं मानमनुवदति - અવતરણિકાર્ચ -
ભગવાનના ધ્વસ્તદોષપણામાં સમંતભદ્ર વડે કહેવાયેલ માનને પ્રમાણને, અનુવાદન કરે છે ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વ શ્લોક-૮માં કહ્યું કે મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત ધ્વસ્તદોષવાળો પુરુષ સ્વીકારી શકાય. ત્યાં પ્રશ્ન થાય કે આત્મામાં વર્તતા સર્વ દોષો ધ્વંસ થાય છે તેમાં પ્રમાણ શું? તેથી ભગવાનના ધ્વસ્તદોષપણામાં સમતભદ્ર નામના દિગંબરાચાર્યએ જે અનુમાન કરેલ છે, તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org