________________
૪૩
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૮ અને નિત્યનિર્દોષતાના અભાવરૂપ હેતુની અપ્રાપ્તિ હતી. તેથી અન્વયી દૃષ્ટાંતમાં હેતુની વિકલતાની પ્રાપ્તિ થઈ. તે હેતુની વિકલતાને દૂર કરવા માટે તૈયાયિકે હેતુનો પરિષ્કાર કર્યો, જેથી દૃષ્ટાંતમાં હેતુની વિકલતારૂપ દોષ દૂર થયો, પરંતુ તેમ કરવા જતાં હેતુની અસિદ્ધિરૂપ દોષ પ્રાપ્ત થયો. હવે હેતુની અસિદ્ધિરૂપ દોષ દૂર કરવા માટે તૈયાયિક કહે છે –
મહતુ પદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે નિત્યનિર્દોષાત્મતા સિદ્ધ થશે. નિયાયિકનો આશય એ છે કે જે મહાન છે તે નિત્યનિર્દોષ છે. માટે મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત મહાન પુરુષમાં રહેલ નિત્યનિષાત્મત્વ છે. આ રીતે તૈયાયિક હેતુની અસિદ્ધિનું નિવારણ કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે -
મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે નિત્યનિર્દોષ એવા પુરુષાંતરની કલ્પના કરવા કરતાં ધ્વસ્તદોષવાળા પુરુષની કલ્પના કરવી ઉચિત છે.
ગ્રંથકારશ્રીનો આશય એ છે કે મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે નવા પુરુષની કલ્પના કરવા કરતાં સંસારી જીવોમાં જેણે દોષોનો નાશ કર્યો છે, તેને મહાન કહેવો એ ઉચિત છે.
પુરુષાંતરની કલ્પનાની અપેક્ષાએ ધ્વસ્તદોષવાળાને મહાન કહેવો કેમ ઉચિત છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – દોષઅત્યંતાભાવ કરતાં દોષધ્વંસ સ્વીકારવામાં લાઘવ -
દોષના અત્યંતભાવવાળા આત્મત્વની અપેક્ષાએ લઘુભૂત એવા દોષધ્વસમાં જ મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્તપણે કલ્પવું યુક્ત છે અર્થાત્ મહત્પદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે દોષના અત્યંતભાવવાળા આત્મત્વની કલ્પનામાં ગૌરવ દોષ આવે છે, અને દોષઘ્નસમાં મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત લાઘવ પ્રાપ્ત થાય છે. માટે મહત્પદની પ્રવૃત્તિનું નિમિત્ત દોષધ્વંસ સ્વીકારી શકાય, પરંતુ દોષઅત્યંતભાવવાળા આત્મત્વને સ્વીકારી શકાય નહીં.
અહીં દોષઅત્યંતભાવવાળા આત્મત્વને મહત્પદપ્રવૃત્તિના નિમિત્તરૂપે કલ્પના કરવામાં ઉપસ્થિતિકૃત અને શરીરકૃત ગૌરવની પ્રાપ્તિ છે, અને સંસારી આત્મામાં દોષ પ્રસિદ્ધ છે અને તેના ધ્વંસમાં મહત્પદની પ્રવૃત્તિ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત લાઘવ છે, અને શરીર પણ દોષધ્વસનું લઘુભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org