________________
૨૭
જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૪-૫ સંપદા ન હોય અને માત્ર બાહ્ય સંપદા હોય તો તે સંપદાથી ભગવાન મહત્ત્વ પામે નહીં; કેમ કે ગુણરહિત એવી પુણ્યપ્રકૃતિઓથી ઉપાસ્યરૂપ મહત્ત્વની પ્રાપ્તિ થાય નહીં. તેથી ભગવાનમાં બાહ્ય અને અંતરંગ બંને સંપત્તિઓ છે માટે ભગવાનનું મહત્ત્વ છે. આમ છતાં માત્ર બાહ્ય સંપદાથી પણ ભગવાન મહાન છે, તેવી બુદ્ધિ થાય છે; કેમ કે આવી બાહ્ય સંપદા અંતરંગ ગુણસંપદા વિના સંભવતી નથી; અને ભગવાનની અંતરંગ સંપદા પણ ભગવાનની બાહ્ય સંપદા સાથે સંલગ્ન હોવાથી મહત્ત્વને બતાવે છે, અને અંતરંગ સંપદાથી વિશિષ્ટ એવી બાહ્ય સંપદા પણ ભગવાનના મહત્ત્વને બતાવે છે.
ત્યં .... અને આ રીતે-પૂર્વમાં સ્થાપન કર્યું કે બાહ્ય અને અત્યંતર પ્રત્યેક સંપદા કથંચિત્ ઉભયવ્યપદેશભાકુ છે અર્થાત્ બાહ્ય અને અત્યંતર સંપદાથી વાચ્ય એવા મહત્ત્વના વ્યપદેશને ભજનાર છે, તેથી ભગવાનની બાહ્ય સંપદા પણ ભગવાનના મહત્ત્વને બતાવે છે એ રીતે, વિશિષ્ટ બાહ્ય સંપદાનું માયાવીમાં અતિપ્રસંજકપણું નથી; કેમ કે ભગવાનમાં વર્તતી વિશિષ્ટ બાહ્ય સંપદા અન્ય અસાધારણ છે.
આશય એ છે કે ચૂલથી જોનારને ભગવાન જેવી બાહ્ય સંપદા માયાવીમાં દેખાય, પરંતુ માયાવીમાં વર્તતી બાહ્ય સંપદા કરતાં ભગવાનમાં વર્તતી બાહ્ય સંપદા જુદા પ્રકારની છે, તેમ સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા જોઈ શકે છે. જેમ સુવર્ણ જેવા વર્ણવાળી અન્ય કોઈ વસ્તુ હોય તોપણ વિશેષને જોનાર દૃષ્ટિવાળા કહી શકે કે “આ સુવર્ણ નથી અને આ સુવર્ણ છે. તેમ ભગવાનની પ્રત્રયાદિ બાહ્ય સંપદાને જેઓ વિશેષથી જોઈ શકે તેઓ નક્કી કરી શકે કે માયાવીમાં ભગવાન જેવી બાહ્ય સંપદા નથી; કેમ કે તીર્થકર જેવું રૂપ સર્વ ઇન્દ્રો ભેગા મળીને પણ કરી શકતા નથી, તો માયાવી કઈ રીતે કરી શકે ? માટે ભગવાનની બાહ્ય સંપદાથી ભગવાનનું મહત્ત્વ સ્વીકારવામાં આવે તો પણ માયાવીમાં અતિપ્રસંગ પ્રાપ્ત થતો નથી. Iઝા અવતારણિકા :
આ રીતે પરમાત્માનું મહત્ત્વ અંતરંગ સંપદા દ્વારા કે બાહ્ય સંપદા દ્વારા સિદ્ધ કર્યા પછી કેવળ બાહ્ય સંપદા પણ મહત્ત્વની નિયામિકા કેમ છે ? તેને પુષ્ટ કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org