________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૪
ઉભયવ્યપદેશભાફ છે એ રીતે, વિશિષ્ટ બાહ્ય સંપદાનું=ભગવાનની વિશિષ્ટ બાહ્ય સંપદાનું, અન્ય અસાધારણપણું હોવાથી=અન્ય કોઈની સાથે સાધારણપણું નહીં હોવાથી, અતિપ્રસંજકપણું નથી=અત્યંતર ગુણસંપત્તિથી વિશિષ્ટ એવી વપ્રત્રયાદિ બાહ્ય સંપદાનું માયાવીમાં અતિપ્રસંજકપણું તથી, એ પ્રમાણે ભાવ છે. ।।૪।।
‘તીર્થંકરનામ’ અહીં ‘વિ’ થી તીર્થંકરનામકર્મના સહભાવી અત્યંત આર્દયતા આદિ નામકર્મોનું ગ્રહણ કરવું.
૨૬
ભાવાર્થ :
:
ક્ષાયિકભાવથી યુક્ત ઔદયિકભાવરૂપ બાહ્ય સંપદાથી ભગવાનનું મહત્ત્વ ઃભગવાનને કેવળજ્ઞાન થાય છે ત્યારે ભગવાનમાં કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવો વર્તે છે અને તે ક્ષાયિકભાવોથી મિલિત એવા તીર્થંકરનામકર્માદિથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ સંઘયણાદિથી ભગવાનનું મહત્ત્વ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનને કેવળજ્ઞાન થાય છે ત્યારે ભગવાનનું જે વિશિષ્ટ સંઘયણ છે તે પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનનું જે વિશિષ્ટ રૂપ છે તે પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનમાં મહાસત્ત્વ છે, તેથી લેશ પણ મોહથી આક્રાંત નથી, પરંતુ સ્વપરાક્રમથી મોહનો ઉચ્છેદ કરીને ક્ષાયિકભાવનું વીર્ય પ્રગટ કર્યું, તે પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનનું સંસ્થાન પણ અપૂર્વ છે, તેથી તેનાથી પણ ભગવાનનું મહત્ત્વ છે. વળી ભગવાનની ચાલવાની ગતિ પણ લોકોત્તમ છે, તેનાથી પણ ભગવાનનું મહત્ત્વ છે. પ્રકૃતિપદથી અન્ય પણ પુણ્યપ્રકૃતિજન્ય ભગવાનની બાહ્ય વિશેષતાઓથી ભગવાનનું મહત્ત્વ છે. આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે
ભગવાનનું મહત્ત્વ કેવળ બાહ્ય સંપદાથી પણ છે, કેવળ અત્યંતર સંપદાથી પણ છે અને અત્યંતરવિશિષ્ટ બાહ્ય સંપદાથી પણ છે, અને આ ત્રણેથી થયેલું ભગવાનનું મહત્ત્વ કથંચિત્ ઉભયવ્યપદેશભા=બાહ્ય અને અત્યંતર ઉભયથી વ્યપદેશ પામે તેવા મહત્ત્વ શબ્દને ભજનારું, થાય છે.
આશય એ છે કે વસ્તુતઃ ભગવાનનું મહત્ત્વ કેવળ બાહ્ય સંપદા નથી કે કેવળ અંતરંગ સંપદા નથી; કેમ કે જો કેવળ અંતરંગ સંપદાથી ભગવાનનું મહત્ત્વ ગ્રહણ કરીએ તો સર્વ કેવળીમાં મહત્ત્વ પ્રાપ્ત થાય, અને અંતરંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org