________________
૨૪
જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૩-૪ ત્યાગ કર્યો છે. કપિલાદિ આપણા ભગવાન નથી, એમ માનીને તેમના પ્રતિ લેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિયુક્ત લાગ્યું, તેમનો તેમણે સ્વીકાર કર્યો.
અને તેવું યુક્તિયુક્ત વચન એ છે કે જે સમર્થ પ્રવૃત્તિનું જનક હોય, સ્યાદ્વાદમુદ્રાથી યુક્ત હોય અને કુતર્કનો નાશ કરનાર હોય; અને આવું વચન વીર ભગવાનનું છે. તેથી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને ઉપાસ્યરૂપે વીર ભગવાન અભિપ્રેત છે અને કપિલાદિ અભિપ્રેત નથી. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના આ વચનથી એ ફલિત થાય છે કે ભગવાનનું આવું વચન છે, એ ભગવાનનું મહત્ત્વ છે. આ રીતે મહાવીર ભગવાનને ઉપાસ્ય સ્વીકારવામાં આચાર્ય પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને અવિસંવાદી વચનપણા વડે જ ભગવાનનું મહત્ત્વ અભિપ્રેત છે. II3II અવતરણિકા :
औदयिकभावस्यापि विशिष्टस्य महत्त्वप्रयोजकत्वं व्यवस्थापयति - અવતરણિકાર્ય :
વિશિષ્ટ એવા દયિકભાવનું પણ મહત્વપ્રયોજકપણું વ્યવસ્થાપન કરે છે –
• માયાવસ્થા' - અહીં ‘પ' થી એ કહેવું છે કે અંતરંગ ગુણસંપત્તિ તો મહત્ત્વની પ્રયોજિ કા છે, પરંતુ વિશિષ્ટ એવો ઔદયિકભાવ પણ મહત્ત્વનો પ્રયોજક છે. ભાવાર્થ
પ્રથમ શ્લોકમાં કહ્યું કે બાહ્ય સંપદાથી ભગવાનનું વિભુત્વ નથી, અને ભગવાનની તે બાહ્ય સંપદા ઔદયિકભાવરૂપ છે તેમ બતાવીને, ભગવાનનું પારમાર્થિક મહત્ત્વ અંતરંગ ગુણસંપત્તિથી છે તેમ સ્થાપન કર્યું. હવે વિશિષ્ટ એવા ઔદયિકભાવનું પણ મહત્ત્વપ્રયોજકપણું વ્યવસ્થાપન કરે છે.
તેથી એ ફલિત થાય કે જેમ અંતરંગ ગુણસંપત્તિથી ભગવાનનું મહત્ત્વ છે, તેમ અંતરંગ ગુણસંપત્તિથી વિશિષ્ટ બાહ્ય સંપદાથી પણ ભગવાનનું મહત્ત્વ છે. તે સ્પષ્ટ કરવા માટે કહે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org