________________
જિનમહત્ત્વહાર્નાિશિકા/શ્લોક-૨૫
૧૪૩ જેવું કુશળચિત્ત પણ ભગવાનમાં સંભવિત નથી; કેમ કે નિર્મોહી એવા ભગવાનને આવો ચોથો ભાંગો સંભવે નહીં, પરંતુ શાસ્ત્રકારોએ મનોયોગ અને વચનયોગનો ચોથો ભાગો ભગવાનમાં છે, તેમ કહ્યું છે, તે વિચિત્ર વર્ગણાના સભાવથી જ છે.
આશય એ છે કે સત્યવચનયોગ એટલે તત્ત્વને કહેનારાં વચનો; જેમ કે ભગવાને કહ્યું કે ‘સત્સં ામ વિષે મા' | ભગવાનનો આ ઉપદેશ, સત્યવચનયોગનો પ્રયોગ છે; અને જ્યારે પોતાના માટે ગોચરી લાવવા માટે કોઈ વસ્તુ લાવવાનું કેવળી કહે ત્યારે તે વચનયોગ, સત્યવચનયોગ નથી, પરંતુ વ્યાવહારિક ભાષા છે, અને આ વ્યવહારભાષાનો ભાંગો અસત્યઅમૃષારૂપ ચોથી ભાષામાં અંતર્ભાવ પામે છે. તેથી સત્યવચનયોગ કરતાં વિલક્ષણ એવી વ્યવહારભાષામાં વપરાતા ભાષાવર્ગણાના સદ્ભાવથી જ ભગવાનને ચતુર્થ અસત્યઅમૃષાવચનયોગ સ્વીકારેલ છે. અને જ્યારે ભગવાન અનુત્તરવાસી દેવોના પ્રશ્નોનો જવાબ આપતા હોય, ત્યારે જો તત્ત્વના નિરૂપણરૂપ ઉત્તર હોય તો સત્યમનોયોગમાં અંતર્ભાવ થાય, અને તત્ત્વ સિવાયનો અન્ય કોઈ પ્રકારનો પ્રશ્ન હોય અને ભગવાનને ઉચિત જણાય અને મનોયોગથી તેનો ઉત્તર ભગવાન આપે, ત્યારે તે અસત્યઅમૃષારૂપ મનોયોગનો ચોથો ભાંગો ભગવાનને સંભવે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીની થનારી પત્નીના વિદ્યાધર પિતાએ કેવળીને પ્રશ્ન કર્યો કે “આ મારી પુત્રીનો પતિ કોણ થશે ?' અને કેવળીએ જે તેનો પતિ થશે તે બતાવ્યું, તે વચનપ્રયોગ સત્યવચનયોગ નથી, પરંતુ અસત્યઅમૃષારૂપ વચનયોગ છે. તેના જેવો કોઈક પ્રશ્ન અનુત્તરવાસી દેવોએ પૂછેલો હોય અને તેનો ઉત્તર કેવળી મનોયોગ દ્વારા આપે ત્યારે અસત્યઅમૃષામનોયોગ પ્રાપ્ત થાય.
આ રીતે ભગવાનમાં ચતુર્થ ભંગ અંતર્ગત વિચિત્ર ભાષાવર્ગણા અને વિચિત્ર મનોવર્ગણાના સદ્ભાવથી જ શાસ્ત્રમાં ભગવાનને ચોથા પ્રકારનો મનોયોગ અને વચનયોગ હોય છે, તેમ કહેલ છે; પરંતુ બોધિ આદિની પ્રાર્થનારૂપ મોહના વિકલ્પસ્વરૂપ અને બોધિસત્ત્વના કુશળચિત્ત જેવા મોહના વિકલ્પસ્વરૂપ, ચોથો ભાંગો ભગવાનને હોતો નથી; કેમ કે ભગવાનનું ચિત્ત સર્વ વિકલ્પોથી પર શુદ્ધ આત્મામાં નિવિષ્ટ છે, એથી વિકલ્પોની પરંપરા તેમના ચિત્તને સ્પર્શતી નથી. ગરપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org