________________
૧૪૪
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૬ અવતરણિકા :
यद्यपि व्याघ्रादेः स्वकीयमांसदानादावतिकुशलं चित्तं बुद्धस्येष्यते, न चैतदर्हत । इति नात्र महत्त्वमित्याशक्यते तदप्यसङ्गतं, तच्चित्तस्यैवानतिकुशलत्वेन मोहानुगतत्वाविशेषादित्यभिप्रायवानाह - અવતરણિકાર્ચ -
જોકે વાઘ આદિને પોતાના માંસના દાતાદિમાં બુદ્ધનું અતિકુશળચિત્ત ઈચ્છાય છે, અને અરિહંતનું આ=બુદ્ધના જેવું અતિકુશળચિત, નથી, તેથી અહીં અરિહંતમાં, ‘મહત્ત્વ નથી,’ એ પ્રમાણે આશંકા કરાય છે, તે પણ અસંગત છે; કેમ કે તેના ચિત્તનું જ=બોધિસત્વના ચિત્તનું જ, અનતિકુશળપણું હોવાને કારણે મોહઅનુગતપણાનો અવિશેષ છે પૂર્વમાં કહેલા કુશળચિતમાં અને પ્રસ્તુત અતિકુશળચિત્તમાં મોહઅનુગતતા સમાન છે. એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે –
‘તપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે શ્લોક-૨૪માં બતાવેલાં બે કુશળચિત્ત ભગવાનમાં નહીં હોવાને કારણે ભગવાન મહાન નથી, તે કથન તો અસંગત છે, પરંતુ વાઘ આદિને માંસદાનાદિ આપવાના પરિણામરૂપ અતિકુશળચિત્ત પણ ભગવાનમાં નથી, માટે ભગવાન મહાન નથી, એ કથન પણ અસંગત છે. ભાવાર્થ :
બૌદ્ધદર્શનના કેટલાક અનુયાયીઓ કહે છે કે બોધિસત્ત્વનું ચિત્ત વાઘ આદિને પોતાના માંસદાનાદિ આપવાના પરિણામવાળું હતું. તેથી અતિકુશળચિત્ત હતું; અને આવું અતિકુશળચિત્ત અરિહંતોનું નથી, માટે અરિહંતને મહાન કહી શકાય નહીં. આ પ્રકારનું બૌદ્ધદર્શનનું વચન અસંગત છે; કેમ કે બોધિસત્ત્વનું તે ચિત્ત કુશળ હોવા છતાં અતિકુશળ નથી અર્થાત્ સામાયિકનું જેવું કુશળચિત્ત છે, તેવું કુશળચિત્ત નથી; પરંતુ અસંભવી પદાર્થને કહેનારું મોહથી અનુગત છે. તેથી સામાયિકના પરિણામ જેવું અતિકુશળ નથી; અને ભગવાનનું ચિત્ત સામાયિકના પરિણામવાળું હોવાથી અતિકુશળ છે, માટે ભગવાન મહાન છે. આ બતાવવાના અભિપ્રાયથી બોધિસત્ત્વનું વાઘ આદિને માંસ આપવાના પરિણામવાળું ચિત્ત અનતિકુશળ કેમ છે ? તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org