________________
૧૪૨
ટીકા ઃ
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫
ननु चतुर्थभङ्गस्थवाङ्मनसोर्भगवत्यपि सम्भवात् कथं न कुशलचित्तयोग इति चेत्र, वैकल्पिक भक्तिभावप्रयुक्तस्य चतुर्थभङ्गस्य प्रार्थनारूपस्य भगवत्यनुपपत्तेः, विचित्रवर्गणासद्भावेनैव तत्र तदुपवर्णनादिति बोध्यम् ।। २५ ।।
ટીકાર્થ ઃ
ननु વોઘ્નમ્ ।। ચોથા ભાંગામાં રહેલા વચનયોગનો અને મનોયોગનો ભગવાનમાં પણ સંભવ હોવાથી=ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી પણ ભગવાનમાં સંભવ હોવાથી, કુશળચિત્તનો યોગ કેમ નહીં થાય ? અર્થાત્ ભગવાનમાં કુશળચિત્તનો યોગ કેમ નહીં થાય ? એ પ્રકારે ‘નનુ’ થી પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે ન’=તારી વાત બરાબર નથી; કેમ કે વૈકલ્પિક ભક્તિભાવથી પ્રયુક્ત, પ્રાર્થનારૂપ ચતુર્થ ભંગની ભગવાનમાં અનુપપત્તિ હોવાને કારણે વિચિત્ર વર્ગણાના સદ્ભાવથી જ=વિકલ્પરૂપ પ્રાર્થનારૂપે નહીં, પરંતુ ઉપદેશાદિ વખતે સત્યવચનયોગાદિથી વિલક્ષણ અસત્યઅમૃષાવચનયોગાદિને કહેનારી વિલક્ષણ ભાષા આદિ વર્ગણાના સદ્ભાવથી જ, ત્યાં=શાસ્ત્રમાં, તેનું ઉપવર્ણન છે=ભગવાનના ચોથા મનોયોગનું અને ચોથા વચનયોગનું ઉપવર્ણન છે, એ પ્રમાણે જાણવું. ।।૨૫।।
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે વીતરાગ-સર્વજ્ઞ થયા પછી ભગવાનને બોધિસત્ત્વ જેવું કુશળચિત્ત હોતું નથી. ત્યાં કોઈક શંકા કરતાં કહે છે કે વીતરાગ અને સર્વજ્ઞ એવા ભગવાનને પણ વાણીના ચાર ભાંગા અને મનના ચાર ભાંગામાંથી બંનેનો ચોથો ભાંગો સંભવે છે અને કુશળચિત્ત ચોથા ભાંગામાં અંતર્ભાવ પામે છે; તેથી વીતરાગને કુશળચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, અને તેમ સ્વીકારીએ તો બોધિસત્ત્વ પણ વીતરાગ છે અને આવા ઉત્તમ કુશળચિત્તવાળા છે, માટે મહાન છે, તેમ સિદ્ધ થઈ શકે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
વૈકલ્પિક ભક્તિભાવપ્રયુક્ત પ્રાર્થનારૂપ મનોયોગ અને વચનયોગનો ચતુર્થ ભાંગો ભગવાનમાં સંભવિત નથી, અને ઉપલક્ષણથી મોહથી યુક્ત બોધિસત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org