________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/સંકલના.
‘દ્વાચિંશદ્વાચિંશિકા” ગ્રંથની ચતુર્થ “જિનમહત્ત્વદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના
ભગવાન અંતરંગ ગુણસંપદાથી મહાન છે' તે બતાવવા માટે પ્રથમ શ્લોકમાં બાહ્ય વૈભવથી ભગવાન મહાન નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું. તેથી એ ફલિત થયું કે વીતરાગ (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય – એ ચાર અતિશયોથી મહાન છે.
આ ચાર અતિશયોથી ભગવાન મહાન હોવા છતાં ભગવાનમાં વર્તતા વીતરાગતાદિ ભાવો ચહ્યુગોચર નથી અને વર્તમાનમાં તો સાક્ષાત્ ભગવાન પણ ઉપલબ્ધ નથી, તો તેમની અંતરંગ ગુણસંપદાથી તેમને કઈ રીતે મહાનરૂપે જાણી શકાય? આ બતાવવા માટે ભગવાનનું ન્યાયસંગત સંવાદી વચન ભગવાનની મહાનતાનું સૂચક છે, તેમ શ્લોક-૨માં બતાવ્યું.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનાતિશયના કારણે જગતના જીવોને ઉપકારનું કારણ બને તેવું ન્યાયસંગત ભગવાનનું વચન છે, માટે ભગવાન મહાન છે.
પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વીર ભગવાનને તેમના ન્યાયસંગત વચનના બળથી જ સમર્પિત થયા છે, પરંતુ વીર ભગવાન આપણા છે માટે મહાન છે” તેવી બુદ્ધિથી સમર્પિત થયા નથી. શ્લોક-૩માં આ બતાવીને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે કે યુક્તિયુક્ત વચનના બળથી ભગવાનની મહાનતા સિદ્ધ થાય છે.
આ રીતે અંતરંગ ગુણસંપદાથી ભગવાનનું મહાનપણું બતાવ્યા પછી “બાહ્ય વૈભવ પણ ભગવાનની મહાનતાનો સૂચક છે' તે બતાવેલ છે.
ઉત્તમ પુરુષો સર્વ લક્ષણોથી યુક્ત દેહવાળા હોય છે, ઉત્તમ વજનવાળા હોય છે અને ઉત્તમ મનોયોગવાળા હોય છે, આથી મહાન હોય છે; અને આવા તમામ ઉત્તમ પુરુષોમાં પણ ભગવાન સર્વોત્તમ પુરુષ છે; કેમ કે દેહના ૩૨ લક્ષણોથી પણ ઉત્તમ પુરુષ જણાય છે, જ્યારે ભગવાન તો ૧૦૦૮ લક્ષણોથી યુક્ત દેહવાળા હતા. માટે ભગવાનનો દેહ અને ભગવાનનો બાહ્ય વૈભવ પણ ભગવાનની મહાનતાનો સૂચક છે, તે શ્લોક-૪માં બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org