________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના
કરવાની પુણ્ય તક મને પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કામ કરેલ છે.
આ દ્વાત્રિંશિકાના ગુજરાતી વિવેચનના પ્રસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સહાધ્યાયી જ્ઞાનપિપાસુ પ. પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ.નો તથા સા. શ્રી દૃષ્ટિરત્નાશ્રી અને સા. શ્રી આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
આ દ્વાત્રિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડં” માંગું છું.
પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસથી મારું અને ગ્રંથ વાંચનાર, ભણનાર સહુ કોઈનું ચિત્ત પરમાત્માના ગુણોથી ઉપરંજિત થાઓ અને પરમાત્મા સાથે અનુસંધાન કરી પરમાત્મભાવની પ્રાપ્તિ થવારૂપ શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ કરો અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની અભ્યર્થના.
‘લ્યાણમતુ સર્વગીવાળામ
વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩,
તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭.
Jain Education International
વૈરાગ્યવારિધિપ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ ૫. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ.સા. ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા ૫.પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા ભવવિરહેચ્છુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
卐卐
For Private & Personal Use Only
www.jainelibrary.org