________________
જિનમહત્ત્વતાવિંશિકા/પ્રસ્તાવના ઓપમ આવે”, અર્થાત્ જેમ ઇયળને ભમરી પોતાના દરમાં લાવીને મૂકે અને ભમરીના સતત ગુંજારવથી ઇયળ મરીને ભમરીરૂપે થાય છે, તેમ સાધક જિનના ધ્યાનથી જિન જેવો થાય છે. એ રીતે આપણો આત્મા પણ પરમાત્માના ધ્યાનથી પરમાત્મભાવને પામે છે.
વીતરાગ ધ્યાતવ્ય છે, તેમની સાથે તાદાભ્યરૂપે ધ્યાન થાય તો પરમપદને આપે છે. માટે ભગવાનની ભક્તિ શ્રતના પરમ સારરૂપ છે. તે બતાવવા અંતે ગ્રંથકારશ્રી કહે છે –
સારમૈતન્મયા નથં કૃતાર્થેરવદનાત્ | __भक्तिर्भागवतीबीजं परमानन्दसंपदाम्" ।। શ્રુતસમુદ્રના અવગાહનથી મારા વડે આ સાર પ્રાપ્ત કરાયો કે પરમાનંદ સંપત્તિનું બીજ ભગવાનની ભક્તિ છે. અધ્યાત્મસારમાં પણ કહ્યું કે --
"उपासनाभागवती सर्वेभ्योऽपि गरीयसि ।
महापापक्षयकरी तथा चोक्तं परैरपि" ।। “સર્વથી પણ શ્રેષ્ઠ એવી ભગવાનની ઉપાસના મહાપાપક્ષયને કરનારી છે, તે પ્રમાણે પર વડે પણ કહેવાયું છે.” (અધ્યાત્મસાર-૧૫/૬૦)
આ ધાર્નિંશિકાનું અધ્યયન કરતાં, ભગવાનની ભક્તિ કરતાં અપૂર્વ ભાવથી ચિત્ત પ્લાવિત થયું છે અને સતત તેના પદાર્થોનું ગુંજન થયા કર્યું છે. કઠિન જણાતી આ દ્વાત્રિશિકાને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ સુંદર રીતે શબ્દશઃ સમજાવી ઊંડા ભાવોને સ્પષ્ટ કરીને બતાવેલ છે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના તથા પ. પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. સા.ના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને યોગગ્રંથોના પઠન પાઠનમાં સતત રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે શ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમણે કરેલ ગ્રંથવિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org