________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/સંકલના વળી તીર્થકરોનો આત્મા અન્ય ભવ્ય જીવો કરતાં વિશેષ પ્રકારનો હોય છે, જેથી ચરમભવમાં સ્વપરના કલ્યાણનું એક કારણ બને તેવા ઉત્તમ ભવને પ્રાપ્ત કરે છે. માટે ‘ભગવાન સ્વભાવના ભેદથી પણ અન્ય જીવો કરતાં મહાન છે' તે શ્લોક-૬માં બતાવ્યું છે.
આ રીતે અંતરંગ ગુણોથી, બાહ્ય વૈભવથી અને સર્વ જીવો કરતાં અનાદિ સ્વભાવભેદથી તીર્થકરની મહાનતા બતાવ્યા પછી, અન્ય દર્શનકારો પોતાના ભગવાનને લોકોત્તમ પુરુષ કરતાં મહાન બતાવવા માટે જે યુક્તિઓ આપે છે, તેનું સમાલોચન કરીને અન્ય દર્શનકારોને અભિમત એવા ભગવાન કરતાં તીર્થકરો કઈ રીતે મહાન છે, તે બતાવતાં પ્રથમ ન્યાયદર્શનના અનુયાયીઓ જે કહે છે તે બતાવે છે –
ન્યાયદર્શનના અનુયાયીઓ કહે છે કે “વીતરાગ નિત્યનિર્દોષ નથી માટે મહાન નથી, અને તેમને માન્ય ભગવાન નિત્યનિર્દોષ છે માટે મહાન છે.” તેનું બ્લોક-૭-૮માં સમાલોચન કરીને “ધ્વસ્તદોષવાળા પુરુષ મહાન છે' તેમ સ્થાપન કર્યું.
તેનાથી એ ફલિત થાય કે ભગવાન પૂર્વેમાં આપણી જેમ સંસારમાં પરિભ્રમણ કરનારા હતા, આમ છતાં “સત્ત્વના પ્રકર્ષથી દોષોનો ધ્વંસ કરીને સંપૂર્ણ નિર્દોષ બન્યા, માટે ભગવાન મહાન છે.”
વળી આત્મા દોષોનો નાશ કરી શકે છે, તે વાત યુક્તિથી શ્લોક-૯માં સ્થાપન કરી. તેનાથી એ ફલિત થયું કે જીવ પરાક્રમ દ્વારા દોષોનો નાશ કરી શકે છે; અને ભગવાને પરાક્રમ કરીને દોષનાશ કર્યો છે, માટે તેમનું અવલંબન લઈને આપણે પણ પરાક્રમ કરી શકીએ છીએ અને તેમની જેમ દોષનાશ કરી મહાન બની શકીએ છીએ. માટે આપણા માટે ધ્વસ્તદોષવાળા એવા ભગવાન મહાન છે.
વળી કેટલાક લોકો ઈશ્વરને જગત્કર્તા માને છે અને ભગવાન જગત્કર્તા નથી માટે મહાન નથી' તેમ કહે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૦-૧૧માં કરીને સ્થાપન કર્યું કે “ભગવાન વીતરાગ છે માટે જગતના કર્તા નથી માટે મહાન છે;' અને ઈશ્વરને જગતના કર્તા માનવામાં કોઈ પ્રમાણ નથી, માટે જે જગતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org