________________
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૮
૧૧૫ કરાવનાર એવા આનું અભિગ્રહનું, કેવી રીતે વ્યાપ્યપણું છે ? અર્થાત્ વ્યાધ્યપણું નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તારી વાત બરાબર નથી; કેમ કે આનુપૂર્વીથી ન્યાયયુક્ત પ્રવ્રજ્યાનું સંપાદકપણું હોવાને કારણે જ તેનું અભિગ્રહનું, ચાટ્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનનો અભિગ્રહ આનુપૂર્વીથી ન્યાયપૂર્વક પ્રવ્રજ્યાનો સંપાદક હોવા છતાં પણ વિરતિની વિરોધી એવી ગૃહવાસની પ્રવૃત્તિ કરવા માટેનો અભિગ્રહ કેવી રીતે વાપ્ય બની શકે ? અર્થાત્ ન્યાધ્ય બને નહીં, એ પ્રકારની શંકામાં કહે છે –
કાલાન્તરમાં બહુફળવાળા કાર્યનો કેટલોક કાળ નિષેધ હોવા છતાં પણ વ્યાધ્યત્વના વ્યવહારનું સાર્વજનીનપણું છે=સર્વ જનોને પ્રતીત છે.
તે આ કહેવાયું છે=ભગવાને ગ્રહણ કરેલો અભિગ્રહ આનુપૂર્વીથી વ્યાધ્ય-પ્રવ્રયા-સંપાદક હોવાને કારણે ઉચિત છે, એમ જે પૂર્વમાં કહ્યું, તે આ અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-પ-૬માં કહેવાયું છે –
આ માતાપિતાની શુશ્રુષા કરતા અને ગૃહવાસમાં રહેતા એવા મારી પ્રવ્રજ્યા પણ અંતે આનુપૂર્વીથી ન્યાયયુક્ત થશે; =જે કારણથી, સર્વથા સર્વ પાપની નિવૃત્તિવાળી આ=પ્રવ્રજ્યા, સંતોને માન્ય છે, તે કારણથી, ગુરુના ઉદ્વેગને કરનારાની=માતાપિતાના ઉદ્વેગને કરનારાની, આ=પ્રવ્રજ્યા અત્યંત ન્યાયયુક્ત ઘટતી નથી.” (અષ્ટક પ્રકરણ૨૫, શ્લોક-પ-૬) તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે ભગવાને માતાપિતાના શોકના પરિવાર માટે ગૃહવાસમાં રહેવાનો અભિગ્રહ કર્યો તે ઉચિત છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે નિયતકાળવાળા ચારિત્રમોહનીયકર્મના વિપાકથી જ તીર્થકરો ઘરમાં વસે છે. તેથી જેટલો કાળ વીર પરમાત્મા ઘરમાં વસ્યા એટલો કાળ ચારિત્રમોહનીયકર્મનો વિપાક જ હતો, એવો અર્થ ફલિત થાય છે. માટે ભગવાને ગ્રહણ કરેલા અભિગ્રહને ન્યાયયુક્ત કહી શકાય નહિ; કેમ કે ભગવાનનું કર્મના ઉદયથી ઘરમાં અવસ્થાન છે. માટે પ્રસ્તુત અભિગ્રહ કોઈ પ્રયોજનવાળો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org