________________
૧૧૬
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૮ વીર પરમાત્માનું ચારિત્રમોહનીયકર્મ સોપમ હતું. તેથી વિરતિના પરિણામથી= સંયમ ગ્રહણને અભિમુખ ભાવ થવાથી, તે વિનાશ પામે તેવું હતું, પરંતુ ભગવાને માતાપિતાના ઉદ્ધગના નિરાસ માટે અભિગ્રહ ગ્રહણ કર્યો, તેથી માતાપિતા જીવ્યા ત્યાં સુધી તે સોપક્રમ કર્મ પણ નાશ પામ્યું નહીં, જેથી ભગવાનની વિરતિની પ્રવૃત્તિ વિલંબથી થઈ અને માતાપિતાના શોકનો પરિહાર થયો, માટે અભિગ્રહ ન્યાયયુક્ત છે.
ફરી પૂર્વપક્ષી શંકા કરે છે કે જો ભગવાનના અભિગ્રહથી ભગવાનનું સોયક્રમ ચારિત્રમોહનીયકર્મ તૂટ્યું નહીં અને તેના કારણે ભગવાન ઘરમાં વસ્યા, તો ભગવાનનો અભિગ્રહ પ્રવ્રજ્યાના વિરોધી એવા ગૃહમાં અવસ્થાનનું કારણ બન્યો. તેથી તે અભિગ્રહ ન્યાયયુક્ત છે, તેમ કેવી રીતે કહી શકાય ? તેને ગ્રંથકારશ્રી કહે છે –
માતાપિતાની શુશ્રુષા આદિ પ્રવૃત્તિની પરિપાટીથી ભગવાનનો અભિગ્રહ ન્યાયપૂર્વકની પ્રવજ્યાનો સંપાદક હતો, તેથી ભગવાનનો અભિગ્રહ ન્યાયયુક્ત છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે માતાપિતાની સેવા આદિ દ્વારા ન્યાય પ્રવ્રજ્યા ભલે ભગવાનને પ્રાપ્ત થઈ, પરંતુ જેટલો કાળ ભગવાન ઘરમાં રહ્યા તેટલો કાળ ભગવાનની અવિરતિની પ્રવૃત્તિ થઈ. તેથી અવિરતિની પ્રવૃત્તિનું કારણ એવો અભિગ્રહ કેવી રીતે ન્યાયયુક્ત કહેવાય ? તેથી કહે છે –
જે પ્રવૃત્તિનું કાલાંતરમાં બહુ ફળ થતું હોય તે પ્રવૃત્તિ કેટલોક કાળ વિલંબથી કરવામાં આવે તોપણ તે પ્રવૃત્તિ ન્યાયયુક્ત છે, તેવો વ્યવહાર સર્વ જનને પ્રતીત છે.
આશય એ છે કે ભગવાને અભિગ્રહ કરીને ગૃહમાં વાસ કર્યો તેટલા કાળ સુધી અવિરતિમાં પ્રવૃત્તિ થઈ, તેથી સંયમની સાધના દ્વારા જે વિશેષ નિર્જરા થવાની હતી, તે થઈ નહિ; તોપણ ન્યાયપૂર્વકની પ્રવજ્યાથી જે વિશેષ નિર્જરા સંયમ ગ્રહણ કર્યા પછી થઈ, તેવી વિશેષ નિર્જરા અન્યાયપૂર્વકની પ્રવજ્યાથી થાય નહિ; કેમ કે અન્યાયપૂર્વકની પ્રવ્રજ્યામાં અનુચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય વિદ્યમાન છે, અને જ્યાં સુધી તે અધ્યવસાયનું નિવર્તન થાય નહીં ત્યાં સુધી તે સંયમની ક્રિયા પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બની શકે નહીં. જેમ બાહુબલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org