________________
૧૧૧
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૭-૧૮ ટીકાર્ય :
જર્માતામ્ય .... મૂયતે I ગર્ભથી માંડીને સત્પણ્યાનુબંધી પુણ્યથી તેમની તીર્થંકરની, ઉચિત ક્રિયા થાય છે, કેમ કે “તીર્થંકરપણું સઘ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિથી મોક્ષનું સાધન છે એ પ્રમાણેનું વચન હોવાને કારણે=એ પ્રમાણેનું અષ્ટક પ્રકરણ-૨૫ શ્લોક-૧નું વચન હોવાને કારણે, ઉચિત પ્રવૃત્તિ દ્વારા તીર્થંકરપણાનું મોક્ષસાધકપણું છે; તત: તે કારણથી તીર્થંકરનું ઉચિત પ્રવૃત્તિ દ્વારા મોક્ષસાધકપણું છે તે કારણથી, ત્યાં પણ=ગર્ભમાં પણ, સ્વામીનો વર્ધમાનસ્વામીનો, “આ ગૃહવાસમાં જ્યાં સુધી માતા-પિતા જીવે ત્યાં સુધી જ હું પણ ઈચ્છાથી ઘરમાં રહીશ" (અષ્ટક પ્રકરણ-૨૫/૧) એ પ્રકારનો કહેવાયેલા સ્વરૂપવાળો અભિગ્રહ=પ્રતિજ્ઞાવિશેષ ચા =વ્યાયથી યુક્ત સંભળાય છે. I૧૭
ભાવાર્થ :
ભગવાનનું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્યમાં પણ વિશિષ્ટ કોટિનું છે, તેથી સપુણ્યાનુબંધી પુણ્ય છે; અને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય તીર્થકરોના જીવોને ગર્ભથી માંડીને સદા ઉચિત પ્રવૃત્તિ કરાવીને મોક્ષનો સાધક છે. તેથી ભગવાને સંયમ ગ્રહણ કરતી વખતે વર્ષીદાન પણ ઉચિત પ્રવૃત્તિરૂપે આપેલ છે, પરંતુ પોતાનાં સંયમનાં પ્રતિબંધક કર્મોને તોડવા માટે આપેલ નથી, એ પ્રકારનો પૂર્વ શ્લોક સાથે પ્રસ્તુત શ્લોકનો સંબંધ છે; અને ભગવાનનું સપુણ્ય સદા ઉચિત પ્રવૃત્તિ દ્વારા મોક્ષનું સાધક છે, તે કારણથી, ભગવાને ગર્ભમાં પણ અભિગ્રહ કરેલો કે “જ્યાં સુધી મારાં માતા-પિતા જીવે ત્યાં સુધી હું ઇચ્છાથી ઘરમાં રહીશ.” આ પ્રકારનો ભગવાનનો અભિગ્રહ ન્યાયથી યુક્ત છે; કેમ કે ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને તે ઉચિતપ્રવૃત્તિરૂપ કેમ છે ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. ll૧૭ના અવતરણિકા -
પૂર્વ શ્લોક-૧૭માં કહ્યું કે ગર્ભમાં કરાયેલો ભગવાનનો અભિગ્રહ વ્યાયથી યુક્ત છે. હવે તે અભિગ્રહ વ્યાયથી યુક્ત કેમ છે ? તે સ્પષ્ટ કરે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org