________________
૧૦૫
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૬ (૩) પાપાનુબંધી પાપ :
અને તિર્યંચાદિનું પૂર્વજન્મમાં ઉપાર્જન કરાયેલું તિર્યંચવાદિ અશુભભાવના અનુભવનું નિમિત્ત અને અનંતર નરકાદિનો હેતુ એવું, ચ=જે= તિર્યંચાદિ ભવની પ્રાપ્તિનું કારણ બને એવું જે પાપ, ત—તે ત્રીજું છેઃ પાપાનુબંધી પાપ છે. (૪) પુણ્યાનુબંધીપા૫ -
અને તદનંતર તિર્યંચાદિના ભવની પ્રાપ્તિ પછી, દેવાદિગતિની પરંપરાનું નિમિત એવું આ તિર્યંચાદિ અશુભભાવના અનુભવનું નિમિત્ત પાપ, ચોથું છે પુણ્યાનુબંધી પાપ છે.
ત્તિ' શબ્દ ચાર ભાંગાના વર્ણનની સમાપ્તિમાં છે. જે કારણથી કહે છેઃઅષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૧ થી ૪ માં કહે છે - (૧) પુણ્યાનુબંધી પુણ્ય :
“જેમ કોઈ મનુષ્ય સુંદર ઘરથી અધિક સુંદર અન્ય ઘરમાં જાય છે, તેની જેમ જ સુધર્મથી પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરે એવા અનુષ્ઠાનથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક સુંદર ભવથી બીજા સુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૧) (૨) પાપાનુબંધી પુણ્ય :
જેમ કોઈક મનુષ્ય સુંદર ઘરથી ઈતર અસુંદર ઘરમાં જાય છે, તેની જેમ જ અસધર્મથી=પાપના અનુબંધવાળા એવા દયાદિ ધર્મથી=અતત્વના અભિનિવેશવાળા ધર્મના અનુષ્ઠાનથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક સુંદર ભવથી અન્ય અસુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૨) (૩) પાપાનુબંધી પાપ :
“જેમ કોઈક મનુષ્ય અસુંદર ઘરથી અધિક અસુંદર ઘરમાં જાય છે, તેની જેમ જ મહાપાપથી=અતત્વના અભિનિવેશવાળા પ્રાણાતિપાતાદિ મહાપાપથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક અસુંદર ભવથી બીજા અસુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org