________________
૧૦૩
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૬ બાંધ્યું છે, તે તીર્થકર નામકર્મ સર્વ જીવોના હિતમાં જ પ્રવૃત્તિ કરાવે તેવા ફળવાળું છે. તેથી સંયમ ગ્રહણ કરવાના સમયે દાન આપીને યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તે માટે ભગવાન દાન આપે છે, વળી જેમ વિવેકી શ્રાવકોના પણ ચારિત્રમોહનીય કર્મ બળવાન છે તેઓ સર્વવિરતિની શક્તિના સંચય માટે દાન આપે છે માટે તેઓ જેમ અકૃતાર્થ છે, તેમ ભગવાન અકૃતાર્થ નથી, પરંતુ ચારિત્રમોહનીય કર્મને સ્થિર કરવારૂપ કતઅર્થવાળા છે, આમ છતાં લોકોના ઉપકાર અર્થે દાન આપે છે. તેથી ભગવાન દાન આપે છે એ વચનથી ભગવાન અકૃતાર્થ છે તેમ સિદ્ધ થતું નથી, પરંતુ જગતના જીવોના હિતના અર્થે ભગવાન દાન આપે છે, એમ સિદ્ધ થાય છે. માટે કૃતાર્થ એવા પણ ભગવાન બીજાના હિતને માટે દાન આપે છે, તેથી ભગવાન મહાન છે.
વસ્તુતઃ દીક્ષા પહેલાં ભગવાન કૃતાર્થ નથી, આથી જ સાધના માટે દીક્ષા ગ્રહણ કરે છે; તોપણ પૂર્વમાં કહ્યું તેવી સંયમના અથ એવા શ્રાવક જેવી અકૃતાર્થતા ભગવાનમાં નથી. તે અપેક્ષાએ જ અહીં ભગવાનને અકૃતાર્થ નથી, એમ સ્થાપન કરેલ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે ભગવાનનું પુણ્ય આ રીતે જ વિપાકને પામે છે. તેથી પ્રશ્ન થાય કે પુણ્ય કેટલા પ્રકારનું છે ? અને ભગવાનનું આવા પ્રકારના વિપાકવાળું પુણ્ય કઈ રીતે દાનમાં પ્રવૃત્તિ કરાવે છે ? તે સ્પષ્ટ કરવા માટે પુણ્ય-પાપના ચાર ભાંગા બતાવે છે – ટીકા :
चत्वारो हि भगाः पुण्यपापयोः संभवन्ति-पुण्यानुबन्धिपुण्यमित्येकः । पापानुबन्धिपुण्यमिति द्वितीयः । पापानुबन्धिपापमिति तृतीयः । पुण्यानुबन्धिपापमिति चतुर्थः । तत्राद्यं मनुष्यादेः पूर्वभवप्रचितं मानुषत्वादिशुभभावानुभवहेतु, अनन्तरं देवादिगतिपरम्पराकारणम् । अनन्तरं नारकादिभवपरम्पराकारणं चैतद् द्वितीयम् । यच्च तिर्यगादेः प्राग्जन्मोपात्तं तिर्यक्त्वाद्यशुभभावानुभवननिमित्तमनन्तरं च नरकादिहेतु तत्तृतीयम् । तदनन्तरं देवादिगतिपरम्परानिमित्तं चैतच्चतुर्थमिति । यदाह -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org