________________
૧૦૨
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ આશય એ છે કે દાન-શીલાદિ ચાર પ્રકારના ધર્મમાંથી દાનધર્મ સામાન્ય રીતે શીલાદિનાં પ્રતિબંધક કર્મોના નાશ અર્થે કરવામાં આવે છે. આથી લોકોને બીજાધાનાદિની પ્રાપ્તિ થાય, તે માટે ઉચિત કાળે શ્રાવક અનુકંપાદાન કરે છે, જેમ સંપ્રતિમહારાજાએ લોકોના બીજાધાનના અર્થે દાનશાળાઓ આદિ કાર્યો કર્યા.
આનાથી એ ફલિત થાય કે સંયમપ્રાપ્તિના અર્થી એવા જે વિવેકી શ્રાવકો સંયમ ગ્રહણ કરીને આત્મહિત સાધી શકે તેમ નથી, તેઓ પોતાના સંયમની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોનો નાશ કરવા માટે દાન કરે છે, જેથી દાન કરીને લોકોના બીજાધાનાદિનું પોતે નિમિત્ત બને તો તેઓને બીજાધાનાદિની પ્રાપ્તિ કરાવવા દ્વારા તેઓને સંયમની પ્રાપ્તિનું કારણ પોતાનું દાન બનવાથી, પોતાને પણ સંયમની પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોનો નાશ થાય, અને પોતાને સંયમની પ્રાપ્તિ થાય. માટે સંયમપ્રાપ્તિના અર્થી આવા વિવેકી શ્રાવકો દાનધર્મમાં યત્ન કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવકો કૃતાર્થ નથી અર્થાતુ અસિદ્ધપ્રયોજનવાળા છે, તેઓ પોતાના તે પ્રયોજનને સાધવા માટે દાન આપે છે, જેથી દાન આપવા દ્વારા પોતાનું ચારિત્રમોહનીય કર્મ તૂટે અને પોતાને સંયમનું પ્રયોજન સિદ્ધ થાય. આમ કહીને પૂર્વપક્ષી કહે છે કે ભગવાન પણ અસિદ્ધપ્રયોજનવાળા છે, તેથી દાન આપીને તે દાનથી ફળવિશેષની આશા રાખે છે, માટે ભગવાન કૃતાર્થ નથી. તેથી ભગવાને દાન આપ્યું છે તે વચનથી જ ભગવાન મહાન નથી, તે સિદ્ધ થાય છે.
ઉપર્યુક્ત પૂર્વપક્ષીના કથનનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે- તીર્થંકરનામકર્મના કારણભૂત એવું ભગવાનનું પુણ્ય વર્ષાદાનાદિના પ્રારંભથી જ ઉદયમાં આવે છે. તેથી તેવા પુણ્યના ઉદયે ભગવાને દાન આપ્યું છે, પરંતુ વિવેકી શ્રાવકોની જેમ ફળ પ્રત્યેની આશાથી દાન આપ્યું નથી.
આશય એ છે કે જેમ શ્રાવકો સંયમ માટે અસમર્થ હોય ત્યારે સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશ અર્થે દાન કરે છે, તેમ ભગવાન સંયમનાં પ્રતિબંધક કર્મોના નાશ કરવા અસમર્થ છે માટે દાન કરતા નથી. પરંતુ ભગવાન સંયમ ગ્રહણ કરીને સાધના કરવા સમર્થ છે, તોપણ તેઓએ જે તીર્થકર નામકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org