________________
૧૦૧
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ ટીકાર્ય :
રાનવેવ ..... પ્રવર્તત 1 રૂત્તિ દાનના જ કારણે અકૃતાર્થપણું હોવાથી ફળવિશેષ પ્રતિ આશાનું આવશ્યકપણું હોવાને કારણે અસિદ્ધપ્રયોજનપણું હોવાથી, અરિહંતનું મહત્ત્વ નથી, એ પ્રમાણે મંદબુદ્ધિવાળો કોઈ કહે છે. તેને આ ઉત્તર છે. તે ઉત્તર “ઉત' થી બતાવે છે –
તીર્થંકરપણાની પ્રાપ્તિનું કારણ એવું પુણ્ય આ રીતે જEદાનાદિના પ્રક્રમથી જ=દાનાદિના પ્રારંભથી જ, વિપ=વિપાકને પામે છે= સ્વવિપાકને બતાવે છે, અને તે રીતે=ભગવાનનું પુણ્ય દાનાદિના પ્રક્રમથી વિપાકને પામે છે, તે રીતે, સ્વકલ્પથી જ ભગવાનનું દાન છે, પરંતુ ફળ પ્રતિ આશાથી નથી; એથી અકૃતાર્થપણું નથી=ભગવાનનું અકૃતાર્થપણું નથી, એ પ્રમાણે ધ્વનિત થાય છે ભગવાને આપેલા દાનની સંખ્યાને કહેનારા શાસ્ત્રવચનથી આ અર્થ જણાય છે.
તે આ=ભગવાન સ્વકલ્પથી જ દાન આપે છે, પરંતુ ફળની આશાથી આપતા નથી, એમ જે પૂર્વમાં કહ્યું તે આ, અષ્ટક પ્રકરણ-૨૭ શ્લોક-રથી કહે છે.
“તે પૂર્વપક્ષીની શંકામાં જવાબ અપાય છે – તીર્થંકર નામકર્મના ઉદયથી સર્વ જીવોના હિતમાં જ ભગવાન પ્રવર્તે છે, એ મ= એમનો=જગદ્ગુરુનો, કલ્પ છે.” (અષ્ટક પ્રકરણ-૨૭-૨) તિ' શબ્દ અષ્ટક પ્રકરણના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાને પરિમિત દાન આપ્યું છે, તે અર્થીના અભાવને કારણે આપ્યું છે, પરંતુ કૃપણતાદિ ભાવને કારણે પરિમિત દાન આપ્યું નથી, માટે ભગવાન મહાન છે. ત્યાં કોઈક શંકા કરતાં કહે છે કે ભગવાને દાન આપ્યું છે, તે વચનથી જ સિદ્ધ થાય છે કે ભગવાન અકૃતાર્થ હતા; કેમ કે ફળવિશેષની આશાથી ભગવાને દાન આપ્યું છે. માટે ભગવાન સિદ્ધપ્રયોજનવાળા નથી, એથી ભગવાન મહાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org