________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫
૯૯
“જો તીર્થંકરના અનુભાવથી સર્વ જીવોના સંતોષના ભાવને કારણે અર્થીનો અભાવ હોય તો સંખ્યાકરણ પણ અયુક્ત છે=તીર્થંકરના દાનનું પરિમિત સંખ્યાકરણ પણ અયુક્ત છે; કેમ કે અલ્પ પણ દાનનો અસંભવ છે. ચત્ર=એ પ્રકારની શંકામાં, કહેવાય છે
-
દેવતાશેષની જેમ સંવત્સરમાત્રથી ઘણા જીવો વડે ગ્રાહ્યપણું હોવાથી સંખ્યાવત્ત્વ યુક્ત જ છે=પરિમિત ધન યુક્ત જ છે.”
‘કૃતિ’ શબ્દ અષ્ટકવૃત્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૧૫।।
♦ ‘મિતવિ’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઘણા દાનનો તો અસંભવ છે, પરંતુ અલ્પ પણ દાનનો અસંભવ છે.
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાન સિદ્ધયોગી હોવાને કારણે તેમના સાંનિધ્યમાં આવનાર જીવોને સંતોષ ઉત્પન્ન થાય છે, માટે ભગવાનનું પરિમિત દાન છે; પરંતુ ભગવાન પાસે ધનાદિનો અભાવ છે, માટે પરિમિત દાન છે, તેવું નથી.
ત્યાં કોઈ શંકા કરે છે કે જો ભગવાનનું સાંનિધ્ય સર્વ જીવોમાં સંતોષ ઉત્પન્ન કરાવી શકતું હોય તો ભગવાનનું પરિમિત દાન પણ થવું જોઈએ નહિ; કેમ કે ભગવાનના સાંનિધ્યથી બધા જીવોને સંતોષ થઈ જવાથી ધનની યાચના કરનાર કોઈ રહે નહીં.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીને સિદ્ધયોગીના સંતોષગુણથી થતા સંતોષની વ્યવસ્થાનું અપરિજ્ઞાન છે, તેથી પૂર્વપક્ષી આ પ્રકારની શંકા કરે છે.
તેનાથી અર્થથી એ ફલિત થયું કે ભગવાન સિદ્ધયોગી હોવાને કારણે જેમનાં સોપક્રમકર્મ હતાં, તેઓને ધન ગ્રહણ કરવાની ઇચ્છા થઈ નહીં, પરંતુ ધર્મમાં ઉદ્યમ કરવાનો પરિણામ થયો; અને જેઓનાં નિરુપક્રમકર્મ હતાં, તેઓને પણ તત્સહવર્તી જે સોપક્રમકર્મ હતાં, તેના ઉપર ભગવાનના સાંનિધ્યથી ઉપક્રમ લાગવાના કારણે, નિરુપક્રમકર્મમાત્રજનિત પરિમિત દાન લેવાની ઇચ્છા થાય છે. તેથી ભગવાન પાસે ધનની યાચના કરનારા પણ પરિમિત ધનની યાચના કરે છે, અને તેવા ઘણા જીવો વર્ષ સુધી દેવતાના શેષ=પ્રસાદીની જેમ ભગવાન પાસેથી ધન ગ્રહણ કરે છે. માટે ભગવાનનું પરિમિત દાન થયેલ છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org