________________
૯૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૫ ગુણ પ્રગટ થતો હતો. તેથી જેમનાં સોપક્રમકર્મ હતાં, તેઓને ધન ગ્રહણ કરવાની ઇચ્છા શાંત થઈ જતી હતી, અને જેમનાં નિરુપક્રમકર્મ હતાં, તેમની પણ નિરુપક્રમકર્મસહવર્તી સોપક્રમ કર્મનું શમન થવાથી પરિમિત ગ્રહણ કરવાની ઇચ્છા થતી હતી, અને તેના કારણે અધિક ધન યાચના કરનારા અર્થીઓનો અભાવ હતો. માટે ભગવાનનું પરિમિત દાન હતું.
વળી ભગવાનનો વૈરાગ્ય પણ સિદ્ધયોગી પુરુષનો હતો. તેથી તેમના સાંનિધ્યમાં આવનારા જીવોને સંસારની અસારતાનું પરિજ્ઞાન થતું હતું, તેથી તેવા જીવો કુશળ અનુષ્ઠાનરૂપ ધર્મમાં ઉદ્યમ કરનારા હતા, માટે ભગવાનની પાસે યાચના કરવાનો પરિણામ તેઓને વર્તતો ન હતો. તેથી પણ ભગવાનનું પરિમિત દાન હતું. આ બે કારણથી ભગવાનનું દાન પરિમિત સંખ્યાવાળું થયું. માટે ભગવાનનું પરિમિત દાન છે એ દોષરૂપ નથી, પરંતુ ભગવાનના ગુણને બતાવે છે. ટીકા :
यत्तु संतोषजनकत्वे मितमपि दानं न स्यादिति के नचिदुच्यते, तत्तूक्तसंतोषव्यवस्थाऽपरिज्ञानविजूंभितम् । तदिदमाहाष्टकवृत्तिकृत् - "ननु यदि तीर्थंकरानुभावादशेषदेहिनां संतोषभावादर्थ्यभावः स्यात्तदा सङ्ख्याकरणमप्ययुक्तं, अल्पस्यापि दानस्यासंभवात्, इत्यत्रोच्यते - देवताशेषाया इव संवत्सरमात्रेण प्रभूतप्राणिग्राह्यत्वाद्युक्तमेव सङ्ख्यावत्त्वम्” इति ।।१५।। ટીકાર્ય :
યg ..... સંધ્યવર્ત' તિ | વળી સંતોષજનકપણું હોવાને કારણે=ભગવાનના સિદ્ધયોગગુણનું સંતોષજનકપણું હોવાને કારણે, મિતદાન પણ=પરિમિત દાન પણ, નહીં થાય, એ પ્રમાણે કોઈના વડે જે કહેવાય છે, તે ઉક્ત સંતોષવ્યવસ્થાના અપરિજ્ઞાનનું વિજૈભિત છેઃસિદ્ધયોગી એવા ભગવાનના સિદ્ધયોગરૂપ સંતોષગુણની વ્યવસ્થાના અપરિજ્ઞાનનો વિલાસ છે.
તે આપૂર્વમાં ગ્રંથકારશ્રીએ “રા' થી જે કહ્યું, તે આ, અષ્ટકવૃત્તિકાર કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org