________________
૮૯
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨
ત્યાં પૂર્વપક્ષી કહે કે અન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવવામાં ગૌરવદોષ છે, તોપણ ફલમુખ છેઃનિત્ય એવા ઈશ્વરની સંગતિ કરવારૂપ ફલને સાધનાર છે. માટે ફલમુખ એવો ગૌરવદોષ નિત્યકૃતિ આદિને સ્વીકારવામાં બાધક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – ફલમુખ એવો પણ ગૌરવદોષ કોઈક ઠેકાણે દોષરૂપ છે.
આશય એ છે કે જે સ્થાનમાં ગૌરવદોષ પ્રાપ્ત થતો હોય અને તેને પુષ્ટ કરનારી શ્રુતિ ન મળતી હોય, પરંતુ તેને અસિદ્ધ કરનારી શ્રુતિ પ્રાપ્ત થતી હોય, તો તે ફલમુખ એવો પણ ગૌરવદોષ બાધક છે.
વસ્તુતઃ ઈશ્વરની જગકર્તુત્વની સિદ્ધિ કરવાના ઉપાયરૂપે પૂર્વપક્ષી એવા નૈયાયિકને નિત્યકૃતિ આદિ સ્વીકારવી છે, અને તેના સ્વીકારમાં તેને ગૌરવદોષ આવ્યો, તેને નૈયાયિક ફલમુખ કહે છે; પરંતુ જ્યાં સુધી ઈશ્વરનું જગકર્તુત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી નિત્યકૃતિને સ્વીકારીને આવતા ગૌરવદોષને ફલમુખ કહી શકાય નહીં.
વળી શ્રુતિથી પણ ગૌરવદોષ ફલમુખ છે તેની પુષ્ટિ થતી નથી. માટે પૂર્વપક્ષીએ સ્વીકારેલ ફલમુખ પણ ગૌરવ દોષરૂપ છે. તેમાં શ્રુતિની સાક્ષી આપે છે : શ્રુતિ કહે કે “નિત્યવિજ્ઞાન અને નિત્ય આનંદમય બ્રહ્મ છે.”
આ શ્રુતિથી નિત્યજ્ઞાનની સિદ્ધિ થવા છતાં પણ નિત્ય ઇચ્છા અને નિત્યકૃતિની અસિદ્ધિ છે. માટે નિત્યઇચ્છા અને નિત્યકૃતિના આશ્રય તરીકે ઈશ્વરને સ્વીકારીને ઈશ્વરને જગતના કર્તા સ્થાપન કરી શકાય નહિ. જો ઈશ્વરમાં નિત્યઇચ્છા અને નિત્યકૃતિ માન્ય હોય તો નિત્યવિજ્ઞાન, આનંદ, ઇચ્છા અને કૃતિરૂપ બ્રહ્મ છે” એ પ્રમાણે શ્રુતિ હોવી જોઈએ, પરંતુ એવી શ્રુતિ નથી.
આ રીતે ધૃતિ આદિ કૃતિ હોવાને કારણે પણ ઈશ્વરના જગત્કર્તુત્વની સિદ્ધિ થઈ શકતી નથી, એમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે નિત્યવિજ્ઞાન અને નિત્યઆનંદરૂપ બ્રહ્મ છે, એ શ્રુતિમાં નિત્યઆનંદ શબ્દથી નિત્યસુખનું ગ્રહણ થાય છે. તેથી ઈશ્વરમાં નિત્યસુખની પણ સિદ્ધિ થાય છે અને નિત્યજ્ઞાનની પણ સિદ્ધિ થાય છે. તેથી તે શ્રુતિ બતાવે છે કે નિત્યજ્ઞાન અને નિત્યસુખના આશ્રય ઈશ્વર છે; અને તેનાથી અર્થથી ઉક્ત શ્રુતિથી પણ એ પ્રાપ્ત થાય કે ઈશ્વરે સર્વ દોષોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org