________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ જ્યારે અનિત્ય હોય તો તે કૃતિના આશ્રયરૂપે અનિત્ય ઈશ્વર માની શકાય, પણ અનિત્ય કૃતિના આશ્રયપણારૂપે નિત્ય એવા ઈશ્વર છે, તે સ્થાપન કરી શકાય નહીં.
અહીં પૂર્વપક્ષી કહે કે અમે નિત્યકૃતિ માનીશું, તેથી નિત્ય બ્રહ્માંડાદિની ધારણાને અનુકૂળ કૃતિના આશ્રય તરીકે નિત્ય ઈશ્વરની સિદ્ધિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
કૃતિત્વાદિ અવચ્છિન્નમાં ઇચ્છાદિનું હેતુપણું હોવાથી નિત્યકૃતિ આદિ સ્વીકારવામાં પ્રમાણ નથી.
આશય એ છે કે જે કંઈ કૃતિઆદિ હોય તે સર્વ પ્રત્યે ઇચ્છાદિ હેતુ છે. તેથી જે ઇચ્છાદિ હેતુથી જન્ય હોય તે નિત્ય હોઈ શકે નહિ, માટે નિત્યકૃતિ આદિને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેથી નિત્યકૃતિ આદિ સ્વીકારીને બ્રહ્માંડાદિને ધારણ કરવાની નિત્યકૃતિ આદિ ઈશ્વરમાં છે, તેમ બતાવવાપૂર્વક ઈશ્વરની સિદ્ધિ કરીને તે ઈશ્વર જગતના કર્યા છે, તેમ કહી શકાય નહીં.
અહીં પૂર્વપક્ષી કહે કે અમે જન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં મૂકીને નિત્યકૃતિ આદિને સ્વીકારીશું, જેથી નિત્યકૃતિના આશ્રય એવા ઈશ્વરની સિદ્ધિ થશે. તે આ રીતે --
જે જે જ કૃતિઆદિરૂપ કાર્ય છે, તેના પ્રત્યે ઇચ્છાદિ હેતુ છે, પરંતુ સર્વ કૃતિ આદિ પ્રત્યે ઇચ્છા હેતુ નથી. તેથી જન્યત્વ કૃતિનિષ્ઠકાર્યતાનું અવચ્છેદક બનશે અને ઈશ્વરમાં જન્યકૃતિ નથી, માટે ઈશ્વરની કૃતિ પ્રત્યે ઇચ્છાદિ હેતુ નથી, એમ માની શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે --
જન્યત્વને કાર્યતાઅવચ્છેદક કોટીમાં પ્રવેશ કરાવવામાં ગૌરવદોષ છે. તે આ રીત -
સર્વ કૃતિઆદિ પ્રત્યે ઇચ્છાદિને હેતુ સ્વીકારવામાં સામાન્ય કાર્યકારણભાવની પ્રાપ્તિ થાય છે, તેથી લાઘવ છે; અને કેટલીક કૃતિઓને અન્ય સ્વીકારવી અને કેટલીક કૃતિઓને નિત્ય સ્વીકારવી અને ત્યાર પછી જન્યકૃતિ આદિ પ્રત્યે ઇચ્છાદિને હેતુ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત ગૌરવદોષની પ્રાપ્તિ છે. માટે કાર્યતાઅવચ્છેદક કોટીમાં જન્યત્વને પ્રવેશ કરાવીને નિત્યકૃતિ આદિ સ્થાપન કરી શકાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org