________________
દાનહાનિંશિકા/શ્લોક-૨૩ અવતરણિકાર્ય :
નનુ' થી શંકા કરે છે કે – એ રીતે બ્લોક-૨૩માં સ્થાપન કર્યું એ રીતે, સંયતને અશુદ્ધ દાન અપાયે છતે, બંનેના=દાન આપનાર અને દાન લેનાર એ બંનેના ફળમાં ભજતા હો, પરંતુ દાતાને બહુતર નિર્જરા અને અલ્પતર પાપકર્મબંધભાગીપણું ભગવતીમાં કહેલું કેવી રીતે સંગત થશે ? અર્થાત્ સંગત નહીં થાય; કેમ કે અપવાદાદિમાં પણ=કારણવિશેષે અશુદ્ધ દાન ગ્રહણ કરવારૂપ અપવાદાદિ પ્રવૃત્તિમાં પણ, ભાવશુદ્ધિથી ફળમાં અવિશેષ છે= પ્રથમ ભાંગાતા અને દ્વિતીય ભાંગાના ફળમાં સમાનપણું છે. એમ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે તેથી ભગવાનનું વચન સંગત થશે નહીં. એથી કહે છે –
‘પવાવાવાવ’ અહીં ‘કારિ’ થી ઉત્સર્ગનું ગ્રહણ કરવું અને ‘' થી એ કહેવું છે કે અપવાદમાં અને ઉત્સર્ગમાં બંનેમાં પણ ભાવવિશુદ્ધિ હોવાને કારણે ફળ સમાન છે. ભાવાર્થ -
શ્લોક-૨૩માં બતાવ્યું કે પાત્રવિશેષમાં કે તેવા પ્રકારના કારણવિશેષમાં સંયતને અપાયેલા અશુદ્ધ દાનથી દાન આપનાર અને દાન લેનાર બંનેને લાભ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કારણવિશેષ હોતે છતે સંયતને અશુદ્ધ દાન આપે તો દાન લેનાર અને દાન આપનાર બંનેને એકાંતે નિર્જરા થાય છે. તેથી જેમ પ્રથમ ભાંગામાં એકાંતે નિર્જરાની પ્રાપ્તિ છે, તેમ બીજા ભાંગામાં પણ એકાંતે નિર્જરાની પ્રાપ્તિ છે. એ રીતે સંયતને અપાતા અશુદ્ધ દાનમાં લેનાર અને ગ્રહણ કરનારને શ્લોક-૨૩માં બતાવી એ રીતે ભજના ભલે હોય, તો પણ આવું સ્વીકાર કરવાથી ભગવતીનું કથન સંગત નહીં થાય; કેમ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સંયતને અશુદ્ધ દાન આપે તો તે અશુદ્ધ દાન આપનારને બહુતર નિર્જરા અને અલ્પતર પાપકર્મબંધ થશે.”
આશય એ છે કે “સંયતને અશુદ્ધ દાન આપ્યું તેમાં સંયત પ્રત્યેની ભક્તિનો :: આ છે, માટે ઘણી નિર્જરા થશે; પરંતુ દાન અશુદ્ધ છે, તેથી અલ્પતર " કર્મબંધ થશે, તે પ્રકારનો ભગવતીસૂત્રનો આશય છે.” આવો અર્થ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org