SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩ શ્લોકાર્થ : પાત્રવિશેષ હોતે છતે અથવા તેવા પ્રકારનું કારણવિશેષ હોતે છતે, અશુદ્ધ એવા આહારનું દાન પણ, બંનેના લાભ માટે થાય છે. અન્યથાપાત્રવિશેષ ન હોય કે તથાવિધ કારણવિશેષ ન હોય તો, નહીં=લાભ માટે થતું નથી. II૨૩|| * ‘ગશુદ્ધવિ’ - અહીં‘પિ’ થી એ કહેવું છે કે શુદ્ધ દાન તો દેનાર અને ગ્રહણ કરનારના લાભ માટે થાય છે, પણ અશુદ્ધ આહારનું દાન પણ લાભ માટે થાય છે. ટીકા : भवेदिति-पात्रविशेषे वा आगमाभिहितस्वरूपक्षपकादिरूपे, कारणे वा तथाविधे दुर्भिक्षदीर्घाध्वग्लानत्वादिरूपे आगाढे । अशुद्धस्यापि दानं हि सुपात्राय द्वयोर्दातृग्रहीत्रोभाय भवेत्, दातुर्विवेकशुद्धान्तःकरणत्वात्, ग्रहीतुश्च गीतार्थादिपदवत्त्वात् । नान्यथा पात्रविशेषस्य कारणविशेषस्य वा विरहे ।। २३ ।। ટીકાર્ય : पात्रविशेषे वा વા વિરદે ।।૨૩ ||આગમમાં કહેલ સ્વરૂપવાળા ક્ષપકાદિરૂપ પાત્રવિશેષ હોતે છતે અથવા તેવા પ્રકારના દુર્ભિક્ષ હોય, દીર્ઘમાર્ગ=લાંબો વિહાર કરીને આવેલા હોય, ગ્લાનપણું હોય ઈત્યાદિરૂપ આગાઢ કારણવિશેષ હોતે છતે, સુપાત્રને અશુદ્ધ એવા આહારાદિનું પણ દાન, બંનેના=દેનાર અને લેનાર બંનેના, લાભને માટે થાય; કેમ કે દાતાનું વિવેકશુદ્ધ અંતઃકરણ છે અને ગ્રહણ કરનારનું ગીતાર્થઆદિપદવાનપણું છે. અન્યથા પાત્રવિશેષ અથવા કારણવિશેષના વિરહમાં, નહીં=લાભ માટે થતું નથી. ।।૨૩। * ‘જ્ઞાનત્વાતિ’ અહીં ‘વિ’ થી બાળ-શૈક્ષનું ગ્રહણ કરવું. * ‘ગીતાવિપવવત્વાત્’ અહીં‘વિ’ થી યતના, કૃતયોગી અને કારણનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ..... ૭૫ સાધુને કોઈ શ્રાવક અશુદ્ધ દાન આપે ત્યારે ક્યારે લાભ થાય ? અને ક્યારે લાભ ન થાય ? તે વાત સ્પષ્ટ કરે છે જેને દાન આપવાનું છે તે શાસ્ત્રમાં કહેલ સ્વરૂપવાળા ક્ષપકાદિ પાત્રવિશેષ Jain Education International — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy