SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. દાનતાત્રિશિકા/શ્લોક-૨૧ અવતરણિકા : તથાદિ - અવતરણિતાર્થ – તે આ પ્રમાણે=સુપાત્રદાન ઘણા કર્મના ક્ષયનું કારણ બને છે, તે આ પ્રમાણે – ભાવાર્થ : શ્લોક-૨૦માં કહ્યું કે ભક્તિથી અપાયેલું સુપાત્રદાન ઘણાં કર્મોના ક્ષય માટે થાય છે. તે બતાવવા માટે “તથાદ' થી કહે છે – અહીં વિશેષ એ છે કે સુપાત્રદાન ઘણાં કર્મોના ક્ષયનું કારણ છે, તે શ્લોક૨૨-૨૩-૨૪થી બતાવવાના છે, તોપણ તે બતાવવા માટે પ્રથમ સુપાત્રદાનની ચતુર્ભાગી બતાવીને કયા ભાંગાથી અપાયેલું દાન નિર્જરાનું કારણ છે અને કયા ભાંગાથી અપાયેલું દાન નિર્જરાનું કારણ નથી, તે શ્લોક-૨૧ થી ૨૪ સુધી બતાવે છે, જેથી સુપાત્રદાન ઘણાં કર્મોના ક્ષયનું કારણ છે તે સિદ્ધ થાય. શ્લોક : पात्रदानचतुर्भङ्ग्यामाद्यः संशुद्ध इष्यते । द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ।।२१।। અન્વયાર્થ: પરવાનગતુર્મસ્થા—પાત્રદાનની ચતુર્ભગીમાં મા =પ્રથમ ભાંગો સંશ= સંશુદ્ધ રૂગતે ઈચ્છાય છે. દ્વિતીયે બીજામાં=દ્વિતીય ભાંગામાં મનના=ભજના છેઃનિર્જરારૂપ ફળમાં વિકલ્પ છે. શ=શેષ બે ત્રીજા અને ચોથા ભાંગા નિષ્ટઢવી=અનિષ્ટ ફળને દેનારા મતો મનાયા છે. ર૧TI શ્લોકાર્ધ : પાત્રદાનની ચતુર્ભગીમાં પ્રથમ ભાંગો સંશુદ્ધ ઈચ્છાય છે. દ્વિતીય ભાંગામાં વિકલ્પ છે. શેષ બે અનિષ્ટ ફળને દેનારા મનાયા છે. IIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy