________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦
GC
પરિણામપૂર્વક ગુણવાનને પ્રીતિ ઉત્પન્ન થાય તેવી ક્રિયા કરવામાં આવે કે ગુણવાનની સેવા કરવામાં આવે તે આરાધના છે અર્થાત ગુણવાનની ભક્તિની ક્રિયા છે જે સુપાત્રદાન પણ અથવા અન્ય એવી સેવા પણ છે.
તેનાથી એ ફલિત થાય કે ગુણવાનમાં રહેલા ગુણોને જોઈને હૈયામાં ગુણોની આરાધના કરવા જેવી છે, તેવો અધ્યવસાય પેદા થાય, તે ગુણો પ્રત્યે ભક્તિના પરિણામરૂપ છે. આ પ્રકારનો ભક્તિનો પરિણામ ઉત્પન્ન થયા પછી ગુણવાનને પ્રીતિ ઉત્પન્ન થાય તેવી ક્રિયા ક૨વામાં આવે તે ગુણવાનના ગુણોની આરાધના છે, અથવા તો ગુણવાનની સેવા કરવામાં આવે તો તે ગુણવાનની આરાધના છે. તેથી કોઈ વ્યક્તિ ગુણવાનના ગુણો જોઈને તેના પ્રત્યે આરાધ્યપણાની બુદ્ધિ થવાથી પોતાની પાસે વર્તતી ઉત્તમ ભોજનાદિ સામગ્રીથી તેની ભક્તિ કરે તો તે આરાધના છે અર્થાત્ સુપાત્રદાન છે.
આ રીતે ભક્તિનું બીજું લક્ષણ કર્યું તે, અને પૂર્વમાં જે ભક્તિનું લક્ષણ કર્યું કે ‘સુપાત્રને દાન આપીને ભવનિસ્તા૨ની વાંછા તે ભક્તિ છે' એ, એમ બંને લક્ષણો ફળથી સમાન છે, છતાં આ બંને લક્ષણમાં આકારનો ભેદ છે. તે આ રીતે –
(૧) પ્રથમ લક્ષણમાં, ‘સુપાત્રને દાન આપીને હું સંસારથી તરું' એ અધ્યવસાય છે. (૨) બીજા લક્ષણમાં, ‘આ સુપાત્રમાં વર્તતા ગુણો મારા માટે આરાધ્ય છે, માટે હું તેમને દાન આપીને તેમના ગુણોની આરાધના કરું' આવા પ્રકારનો અધ્યવસાય છે. તેથી સુપાત્રદાનમાં વર્તતા અધ્યવસાયના આકારનો બંને લક્ષણમાં ભેદ છે, તો પણ ફળથી બંને લક્ષણ સમાન છે. તે આ રીતે
(૧) પ્રથમ લક્ષણ પ્રમાણે સુપાત્રને દાન આપીને, સંસારના કા૨ણીભૂત કર્મોની નિર્જરા કરીને, મોક્ષ મેળવવાનો અધ્યવસાય છે. (૨) બીજા લક્ષણ પ્રમાણે આરાધ્ય એવી વ્યક્તિના ગુણોની આરાધના કરીને મોક્ષ મેળવવાનો અધ્યવસાય છે. તેથી બંને પ્રકારના ઉપયોગમાં સંસારનું ઉન્મૂલન કરીને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ શક્તિ સંચય ક૨વાનો અધ્યવસાય છે. તેથી ફળથી બંને લક્ષણો સમાન છે; અને આ ભક્તિ વડે સુપાત્રને અપાયેલું દાન ઘણા કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે, તેથી પ્રથમ શ્લોકમાં સુપાત્રદાન મોક્ષનું કારણ કહેલ છે. II૨૦ના
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org