________________
ઉ0
દાનહાગિશિકા/શ્લોક-૧૭ નથી; પરંતુ જેમ અગ્નિ દાહ્યને બાળીને સ્વયં નાશ પામે છે, તેમ આ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય, અવિરતિના પરિણામને પેદા કરાવે તેવા પાપનો નાશ કરીને, સ્વયે નાશ પામે છે. આથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવો ભોગ કરે છે ત્યારે પણ ભોગની અસારતાને વિશેષ સમજી શકે છે, અને જેવું તે ભોગકર્મ ક્ષીણ થાય કે તુરત સંયમના પરિણામવાળા થાય છે; અને
જ્યારે વિશેષ સંયમની શક્તિનો સંચય થાય ત્યારે સરાગસંયમમાંથી વિતરાગસંયમને પ્રાપ્ત કરે છે. તેથી વીતરાગસંયમનાં પ્રતિબંધક એવાં સર્વ પાપોનો નાશ કરીને તે પુણ્યાનુબંધી પુણ્ય પણ સ્વયં નાશ પામે છે, અને તેથી તેઓ વીતરાગ થઈને ભવનો અંત કરે છે.
વળી પુણ્ય બે પ્રકારનું છે – (૧) શાસ્ત્રાર્થના બાધથી થતું અને (૨) શાસ્ત્રાર્થના અબાધથી થતું.
જે પુણ્ય શાસ્ત્રાર્થના બાધથી પેદા થાય છે તે પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક છે. જેમ સાધુ ભિક્ષા લાવીને લોકો પ્રત્યેની ઘેલી દયાથી ભગવાનના વસ્ત્રદાનનું આલંબન લઈને દુઃખી જીવોને ભીક્ષા આપે તો તેનાથી બંધાયેલું પુણ્ય સાધુને ભોગપ્રાપ્તિનું કારણ થવા છતાં તે દાનમાં શાસ્ત્રાર્થનો બાધ હોવાને કારણે તે દાનથી ઉત્પન્ન થતું પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક બને છે. તેથી તેનું પુણ્ય સાધુને ઈષ્ટ નથી. આથી તેવા પુણ્યના પરિહાર અર્થે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે.
વળી બીજા પ્રકારનું પુણ્ય શાસ્ત્રાર્થના અબાધથી થયેલું છે, જે નિર્જરાનું પ્રતિબંધક નથી. જેમ, સંયમપાલનમાં વીતરાગસંયમની પ્રાપ્તિ પૂર્વે સાધુ સરાગસંયમમાં યત્ન કરે છે, તે સરાગસંયમમાં શાસ્ત્રાર્થનો બાધ નથી, તેથી તે સરાગસંયમથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક નથી. તેમ કારણિક દાનથી બંધાયેલું પુણ્ય નિર્જરાનું પ્રતિબંધક નથી; કેમ કે જેમ સરાગસંયમમાં વિતરાગસંયમની પ્રાપ્તિના ઉપાયરૂપે પ્રવૃત્તિ છે, તેમ કારણિક અનુકંપાદાનમાં સામેના જીવને બીજાધાન દ્વારા સમ્યકત્વ આદિની પ્રાપ્તિના ક્રમથી સર્વવિરતિની પ્રાપ્તિ કરાવવાનો આશય છે. તેથી તે શુભાશય મોક્ષ પ્રત્યેના બદ્ધ પરિણામનો પોષક છે અને અન્ય જીવોને પણ મોક્ષપ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org