________________
૫૮
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૧૭
અભાવ હોવાથી અહીં=આપવાદિક અનુકંપાદાનથી થતા પુણ્યબંધમાં, દોષ નથી, એ ગર્ભાર્થ છે=રહસ્ય છે. ।।૧૭।।
* ‘પ્રાાતિપાવિરમળો’ અહીં ‘આવિ’ થી અન્ય ચાર મહાવ્રતોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
શ્લોક-૧૪ થી ૧૬ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સાધુ અનુકંપાદાન કરશે તો પુણ્યબંધ થશે, અને સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી, માટે સાધુને અપવાદથી પણ અનુકંપાદાન ઈષ્ટ નથી. તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત બરાબર નથી; કેમ કે પુણ્યબંધ બે પ્રકારનો છે.
(૧) ભોગસામગ્રી આપી મોહની વૃદ્ધિ કરે એવો અને
(૨) ભોગની સામગ્રી આપીને ધર્મની પ્રાપ્તિનું કારણ બને એવો, કે જે સદ્વિપાકવાળો પુણ્યબંધ છે.
(૧) જે પ્રવૃત્તિમાં શાસ્ત્રાર્થનો બાધ હોવા છતાં ષટ્કાયના પાલનનો કે અનુકંપાદિનો શુભ અધ્યવસાય હોય તે પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય ભોગસામગ્રી આપીને મોહધા૨ાની વૃદ્ધિ કરે છે, તે પુણ્ય સાધુને ઈષ્ટ નથી. આથી ભૂખ્યા જીવોની અનુકંપા કરીને પુણ્ય અર્થે સાધુ યત્ન કરતા નથી, પરંતુ પ્રચ્છન્ન ભોજન કરે છે.
(૨) સદ્વિપાકવાળો પુણ્યબંધ માત્ર ભોગસામગ્રી આપીને ચરિતાર્થ થતો નથી, પરંતુ ભોગસામગ્રી આપીને મોક્ષને અનુકૂળ એવી રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ધર્મનો હેતુ બને છે. અને આવું પુણ્ય શાસ્ત્રાનુસારી સરાગ ચારિત્રની પ્રવૃત્તિથી પણ થાય છે અને અપવાદિક અનુકંપાથી પણ થાય છે.
તેથી એ ફલિત થાય કે સદૃવિપાકવાળો પુણ્યબંધ પુણ્યાનુબંધીપુણ્યરૂપ છે, અને તે પુણ્યાનુબંધીપુણ્ય ઉત્તમ કુલાદિની પ્રાપ્તિ અને ઉત્તમ ભોગસામગ્રીની પ્રાપ્તિ કરાવીને પણ મોક્ષને અનુકૂળ એવી ધર્મની નિષ્પત્તિનું કારણ બને છે. તેમાં યુક્તિ આપે છે કે દશાવિશેષમાં ધર્મના હેતુથી જ આનુષંગિક પુણ્યાનુબંધીપુણ્યનો સંભવ છે; કેમ કે પ્રાણાતિપાતવિરમણાદિમાં તે પ્રકારે શાસ્ત્રથી નિર્ણય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org