________________
દાનહાગિશિકા/બ્લોક-૧૫
પ૩ થશે; કેમ કે રાગદ્વેષની જેમ શક્તિતિગૃહનનું પણ ચારિત્રપ્રતિપક્ષપણું છે. આ અર્થ સાતમા અષ્ટકમાં પ્રસિદ્ધ છે. II૧પા
‘શનિદિનચર અહીં આજ થી રાગદ્વેષનો સમુચ્ચય છે. ભાવાર્થ - સાધુના પ્રચ્છન્ન ભોજનનું રહસ્ય -
શ્લોક-૧૦માં ગ્રંથકારે સાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે જો સાધુ અનુકંપાદાન કરે તો તેનાથી પુણ્યબંધ થાય, અને સાધુને પુણ્યબંધ ઈષ્ટ નથી; કેમ કે સાધુ મોક્ષના અર્થી છે. આથી સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે. જો પ્રચ્છન્ન ભોજન ન કરે તો તેમને ભોજન કરતા જોઈને દીનાદિ યાચના કરે, અને સાધુ દયાળુ હોય, તેથી જો તે વાચકોને સ્વભોજન આપે તો તે દાનથી સાધુને પુણ્યબંધ થાય, અને પુણ્યબંધ સાધુને ઈષ્ટ નથી. તેથી સાધુ પુણ્યબંધથી બચવા માટે દાન કરતા નથી. વળી પ્રચ્છન્ન ભોજન ન કરે અને દીનાદિ યાચના કરે તેવે વખતે સાધુ દયાળુ હૃદયવાળા હોવા છતાં મનને કઠોર કરીને દીનાદિને આપે નહીં, તો દિનાદિને ત્યારે અપ્રીતિ થાય અને ભગવાનના શાસન પ્રત્યે દ્વેષ થાય, કે “આ સાધુઓ કેવા સ્વાર્થી છે ! અમે ભૂખ્યા છીએ તોપણ અમને આપતા નથી અને કેવળ પોતે વાપરે છે.” આ પ્રકારે શાસન પ્રત્યેના દ્વેષને કારણે તે દીનાદિને પરલોકમાં કુગતિની પ્રાપ્તિ થાય. આમ પ્રગટ ભોજન કરે અને યાચક માંગે ત્યારે દાન આપે તો પુણ્યબંધ થાય, તે પુણ્યબંધના પરિવાર માટે; અને યાચક માંગે અને દાન ન આપે તો દીનાદિને અપ્રીતિ થાય તેના પરિહાર માટે, અને દીનાદિને પરલોકમાં થતી કુગતિની પ્રાપ્તિના પરિવાર અર્થે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે શાતાવેદનીયરૂપ પુણ્યબંધના પરિવાર અર્થે ભગવાને સાધુને અનુકંપાનો નિષેધ કર્યો છે, તેથી અનુકંપા ન કરે અને પ્રગટ ભોજન કરે તો શું વાંધો ? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે દીનાદિને અપ્રીતિ કરાવવાનો પરિણામ નથી. તેથી ગ્રંથકાર કહે છે –
દીનાદિના પીડનના પરિવાર માટે શક્ય ઉપાય વિદ્યમાન હોય અને તેમાં યત્ન ન કરવામાં આવે તો બીજાને અપ્રીતિ થવારૂપ પીડાના પરિવારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org