________________
૪૬
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨
જે નિષેધ સંભળાય છે, તે ઔત્સર્ગિકતાને=ઉત્સર્ગપણાને, ધારણ કરતો આ અર્થનો=સાધુના અપવાદિક અનુકંપાદાનને બતાવનારા અર્થનો, બાધક નથી. અપવાદ જ ઉત્સર્ગને બાધ કરે છે, પરંતુ ઉત્સર્ગ અપવાદને નહીં અર્થાત્ ઉત્સર્ગ અપવાદને બાધ કરતો નથી. ।।૧૨।।
ભાવાર્થ :
કોઈ વિશેષ કારણ ન હોય તો ગૃહસ્થની વૈયાવૃત્ત્વ કરવાનો સાધુને શાસ્ત્રમાં નિષેધ છે; કેમ કે ગૃહસ્થ અસંયમી છે અને તેના અસંયમની પુષ્ટિ થવાથી સાધુને તેના અસંયમની અનુમોદનાની પ્રાપ્તિ થાય. પરંતુ જ્યારે તેવા સંયોગોમાં તેને બીજાધાનાદિ થવાની સંભાવના દેખાય તો ગૃહસ્થની વૈયાવૃત્ત્વ કરવામાં પણ સાધુને દોષ નથી.
આનાથી એ ફલિત થાય કે ઉત્સર્ગથી સાધુને ગૃહસ્થની વૈયાવૃત્ત્વ કરવાનો નિષેધ છે; પરંતુ જ્યારે ગુણવિશેષની પ્રાપ્તિનું કારણ જણાય ત્યારે ગૃહસ્થની વૈયાવૃત્ત્વ ક૨વામાં પણ સાધુને દોષ નથી. આથી ભગવાને રંકને વસ્ત્રદાન આપ્યું, તેમાં દોષ નથી.
સામાન્ય રીતે ઉત્સર્ગનું જે લક્ષ્ય હોય છે, અપવાદનું પણ તે લક્ષ્ય હોય છે; તોપણ ઉત્સર્ગની પ્રવૃત્તિનો બાધ કરીને અપવાદની પ્રવૃત્તિ થાય છે, પરંતુ અપવાદની પ્રવૃત્તિનો બાધ કરીને ઉત્સર્ગની પ્રવૃત્તિ થતી નથી. જેમ પ્રસ્તુતમાં સંયમની વૃદ્ધિ અર્થે સાધુ પ્રવૃત્તિ કરતા હોય છે, તેથી અસંયમનું પોષણ થાય તેવી ગૃહસ્થની વૈયાવચ્ચ ઉત્સર્ગથી કરતા નથી; પરંતુ જ્યારે તે ગૃહસ્થને બીજાધાન દ્વારા સંયમની પ્રાપ્તિ થાય તેમ હોય ત્યારે, બીજાને સંયમની પ્રાપ્તિમાં પોતે નિમિત્ત બને તેવી પ્રવૃત્તિ પણ પોતાના સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ છે, તેથી ઉત્સર્ગથી નિષિદ્ધ એવી પણ ગૃહસ્થના વૈયાવચ્ચની પ્રવૃત્તિ સાધુ અપવાદથી કરે છે; અને ગૃહસ્થના વૈયાવચ્ચની પોતાની પ્રવૃત્તિ દ્વારા તે ગૃહસ્થને ક્રમે કરીને સંયમની પ્રાપ્તિ થશે, તેવો શુભાશય હોવાથી, તે સાધુના સંયમની વૃદ્ધિ થાય છે. માટે ઉત્સર્ગથી નિષિદ્ધ એવી પણ વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ અપવાદથી કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org