________________
૪૩
દાનહાનિંશિકા/બ્લોક-૧૧
પુનાં જ્ઞાનાવીનાં' અહીં ‘જ્ઞાના િમાં “કારિ' થી દર્શન અને અનંતાનુબંધી આદિના વિગમનથી પ્રાપ્ત થતા ચારિત્રનું ગ્રહણ કરવાનું છે.
‘સર્વવિરત્યઃ અહીં મટિ થી અસંગ અનુષ્ઠાન, ક્ષપકશ્રેણી આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ - સાધુના કારણિક દાનમાં અધિકરણનો અભાવ :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે સાધુને પણ પુષ્ટાલંબનને આશ્રયીને અનુકંપાદાન ઈષ્ટ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે સાધુ પોતાનું વસ્ત્ર ગૃહસ્થને આપે અને ગૃહસ્થ તે વસ્ત્રનો સંસારનાં કૃત્યોમાં ઉપયોગ કરે તો સંસારના આરંભસમારંભનું કારણ બને, તેથી પાપમાં સહાય કરવાનું કારણ બને. તેથી તે દાનને અધિકરણરૂપે સ્વીકારની આપત્તિ આવે. તેના નિરાકરણ માટે કહે છે કે કારણિક યતિદાન અધિકરણ મનાયું નથી; કેમ કે આશયની વિશુદ્ધિ છે.
આશય એ છે કે ફક્ત તે જીવ પ્રત્યે તેનાં દુઃખ દૂર કરવાના આશયથી ભગવાને વસ્ત્રદાન આપ્યું નથી, પરંતુ આ જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય તેવા આશયથી ભગવાને વસ્ત્રદાન આપ્યું છે, અને તેવું પ્રબળ કારણ હોય તો કોઈપણ ગીતાર્થ સાધુ દાન આપે તો તેનાથી કર્મબંધ થાય નહીં; કેમ કે કર્મબંધ અધ્યવસાયને અનુરૂપ થાય છે અને પ્રસ્તુત દાન આપતી વખતે અધ્યવસાય વિશુદ્ધ છે, માટે કર્મબંધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે કોઈ દુઃખી જીવને જોઈને સાધુને અનુકંપા થાય ત્યારે પણ તેના દુઃખને દૂર કરવાનો અધ્યવસાય છે, છતાં શાસ્ત્રકારોએ તે દાનને અધિકરણરૂપે કહેલ છે, અને કારણિક દાન અધિકરણરૂપ નથી, તેમ તમે કેમ કહો છો ? તેથી તો પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે, કેમ કે જે કોઈ સાધુ દુઃખને દૂર કરવાના આશયથી અનુકંપા કરશે, ત્યાં પણ તેનો આશય તો આવેલા દુઃખને દૂર કરવાનો છે. અહીં કારણિક દાન આપે છે, ત્યારે પણ એ જીવને આ સંસારમાંથી તારવાનો આશય છે; તો એક સ્થાને કર્મબંધ અને બીજા સ્થાને કર્મબંધ નહીં, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
ભાવભેદથી કર્મનો ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org